ડીસાના આ યુવાનને ખરેખર ધન્ય કહેવાય જેણે પોતાની મહેનત અને કોઠાસૂઝ થી આજે અલગ નામના મેળવી છે આ યુવકે Bsc એગ્રીકલ્ચર ની ડીગ્રી મેળવ્યા બાદ કોઈ ખાનગી કમ્પની ની નોકરીને ઠુકરાવીને નોકરી કરવાને બદલે પોતાની જમીન માં ખેતી કરવાનું પસન્દ કર્યું હતું આ યુવકએ પોતાના વતન ડીસા માંજ નર્સરી બનવીને સારું એવું કમાઈ રહ્યો છે યુવક ત્રણ વર્ષ થી હાઈટેક રીતે નર્સરીમાં રોપા તૌયર કરે છે જે છેલ્લા વર્ષ કરતા અત્યારે ડબલ કમાણી કરી રહ્યો છે
આ યુવક ડીસા નો વતની છે એનું નામ મયુર પ્રજાપતિ છે એમણે bsc એગ્રીક્ચર કર્યા બાદ નોકરી કરવાને બદલે પોતાની ખેતી માં ઝમ્પલાવ્યું જેના લિધે અત્યારે લાખોની કમાણી કરે છે આ યુવક ત્રણ વર્ષ થઈ હાઈટેક રીતે ખેતી કરીને પહેલા કરતા આઠ ઘણી આવક મતલબ વાર્ષિક 45 લાખ ની આવક કરી હતી જેમાં સિજન પેહલા પાક કઈ રીતે લેવો એનું સંશોધન કર્યું મયુર પ્રજાપતિ એ જે પાક શિયાળ લેવાય એ ઉનાળા માં લેવાનું અને ઉનાળામાં જે પાક થાય એ શિયાળા માં લીધું હતું એના માટે બાઈટ હાઉશ અને ગ્રીન હાઉસ નો ઉપયોગ કર્યો હતો જે એનું તાપમાન જાળવી રાખ્યું હતું આ પદ્ધતિની ખેતી જોઈને બીજા ખેડુતો પણ પ્રભાવિત થઈ ગયા હતા
મયુર પ્રજાપતિએ જણાવ્યું હતું કે મેં Bsc એગ્રીક્ચર દાંતીવાડામાં 2018 માં પાસ કર્યું હતું ત્યારબાદ એક અમારા પ્રોફેસરની સલાહ લઈને અને મારા અનુભવ પારંપરિક ખેતી છોડી ને આધુનિક ખેતી ની શરૂઆત કરી છે અત્યારે મને એની સફળતા મળી છે જ્યારે મારી જોડેથી અન્ય ખડુતો મરચી, ટામેટી , ટેટી, પપૈયા, કોબીજઝ ફુલાવર જેવા અનેક રોપાઓ તૈયાર કરું છું અને તે ખેડૂતોને સુધી પહોંચાડું છું અને ખેડૂતોને આ પ્રકારની ખેતી કરવા માટે પ્રોત્સાહન પણ કરી રહ્યો છું. આ નાની ઉંમરે ના મયુર પ્રજાપતિ એ નાની ઉંમરે સારું કામ કરી રહ્યા છે એમણે વાર્ષિક આવક એક વર્ષમાં જ આઠ ઘણી વધારી દીધી છે. જેઓ પોતાની 15 વિઘમાં ખેતી ની શરૂઆત કરી હતી જે અત્યારે બીજી પણ 70 વિધા જમીન રેન્ટ ઉપર લઈને નર્સરી ચલાવી રહ્યા છે. મિત્રો તમે પણ ખેડૂત હોવ તો આ પોસ્ટ ને શેર કરી કારણ કે આ જોઈને અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહન મળે