બૉલીવુડ ફિલ્મ અભિનેત્રી જાનવી કપૂરના પિતા અને જાણીતા ફિલ્મફિલ્મ નિર્માતા બોની કપૂર હાલમાં જ સાઇબર ક્રાઇમના શિકાર થયા રિપોર્ટ મુજબ ફિલ્મમેકરના ક્રેડિટ કાર્ડમાંથી ફ્રોડ કરીને લગભગ 4 લાખ રૂપિયા નીકાળી લીધા છે જેના બાદ ફિલ્મ નિર્માતાએ મુંબઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
બોની કપૂરની આ ફરિયાદ બાદ મુંબઈ પોલીઝે ઝડપથી કાર્યવાહી શરૂ કરી દીધી છે રિપોર્ટની માનીએ તો ફિલ્મમેકર બોની કપૂરના ક્રેડિટ કાર્ડમાંથી કેટલીયેવાર ટ્રાન્ઝેક્શન કરીના ઘટનાંને અંજામ આપ્યો નવાઈની વાત એછે કે બોની કપૂરના આ ક્રેડિટ કાર્ડમાં જે રૂપિયા ગાયબ કર્યા એમાં ઓટીપી કે પિન પણ નતો પૂછવામાં આવ્યો.
બોની કપૂરે જણાવ્યું કે એમની જોડે કોઈ પણ પ્રકારની જાણકારી માટે મેસેજ કે ફોન પણ નતો આવ્યો તેના બાદ પણ ક્રેડિટકાર્ડમાંથી લગભગ 4 લાખ ગાયબ થઈ ગયા હતા બોની કપૂરને જયારે જણાવા મળ્યું કે એમની સાથે ફ્રોડ થયુંછે ત્યારે તેમણે તરત જ બેંકને જણાવ્યું અને મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી.