RRR ને લઈને અત્યારે એક એવી ખબર આવી રહી છેકે જેને સાંભળીને દરેક વ્યક્તિ ચોકી જશે હમણાં થોડા સમય પહેલાજ ત્રિપલ આરના પહેલા દિવસનું કલેક્શનનો ખુલાસો કરવામાં આવ્યો જેને જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ ત્રિપલ આર ફિલ્મે પહેલા દિવસે જ 223 કરોડની કમાણી કરી દીધી છે.
પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના રેકોર્ડ તોડતા ત્રિપલ આર ભારતની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે ફિલ્મ ક્રિટીકર તરણ આદર્શના જણાવ્યા મુજબ ફિલ્મે આંધ્રપ્રદેશમાં પહેલા દિવસ 75 કરોડ હૈદરાબાદથી 27 કરોડ કર્ણાટકથી 14 કરોડ તમિલનાડુથી 10 કરોડ કેરાલાથી 4 કરોડ અને નોર્થ ઈન્ડિયાથી 25 કરોડનું કલેક્શન કર્યું છે.
ફિલ્મે માત્ર ભારતમાં જ 156 કરોડ કમાણી કરી છે જયારે યુએસથી પણ ફિલ્મે પહેલા દિવસે 42 કરોડ કમાયાંનો આંકડો સામે આવ્યો છે તેના શિવાય બીજા દેશોમાં પણ ફિલ્મની પહેલા દિવસની કમાણી 25 કરોડ થઈ છે બધી કમાણી 223 કરોડ થાય છે અત્યાર સુધી પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનાર બાહુબલી 2 હતી.
બાહુબલીએ પહેલા દિવસે 121 કરોડ કમાણી કરી હતી પરંતુ એસએસ રાજા મૌલીએ જ પોતાની ફિલ્મ બાહુબલીનો જ રેકોર્ડ તોડી દીધો છે ત્રિપલ આર ફિલ્મને જોવા માટે દર્શકોની ભીડ જબરજસ્ત ઉમટી રહી છે અહીં સામે આવેલ આંકડા જોતા આ ફિલ્મ ટૂંક સમયમાંજ જબરજસ્ત કમાણી કરીને એક નવો રેકોર્ડ બનાવશે.