Cli
bollywood say this about chandrayan3

ચંદ્રયાન – ૩ ની સફળતા પર બોલીવુડ કલાકારોએ કર્યું કઈ આવું…

Breaking

દેશના વૈજ્ઞાનિકો અથવા દેશની પ્રગતિમાં સાથ આપતા કોઈપણ વ્યક્તિની સફળતા એ માત્ર તે ક્ષેત્ર સુધી સીમિત નથી રહેતી.વૈજ્ઞાનિકોને મળતી સફળતા પર દરેક દેશવાસી પછી એ સામાન્ય નાગરિક હોય કે કોઈ જાણીતો વ્યક્તિ એ તમામ ને ખુશી અને ગર્વ હોય જ છે ગઈકાલે મિશન મૂન ની સફળતા બાદ એ વાત સાબિત થઈ કે સામાન્ય દિવસોમાં ભલે લોકો અને બોલીવુડ વચ્ચે ભેદભાવ જોવા મળતો હોય પરંતુ વાત દેશની પ્રગતિ ની કે સારા કામને બિરદાવવા ની આવે તે સમયે સમગ્ર દેશ એક થઈ જતો હોય છે.

ગઈકાલ સાંજથી જ એક તરફ સામાન્ય લોકો ઈન્સ્ટાગ્રામ તેમજ અન્ય સોશિયલ મીડિયા દ્વારા સ્ટોરી મૂકીને દેશના વૈજ્ઞાનિકો પર ગર્વ હોવાનું કહી રહ્યા છે તો બીજી તરફ અનેક બોલીવુડ કલાકારો પણ ટ્વીટર ની મદદથી મિશન મૂન ની આ સફળતા પર ઈસરો ને અભિનંદન પાઠવતા જોવા મળી રહ્યા છે.

ચંદ્રયાનની ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની સફળતા બાદ બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે લખ્યું અરબો હૃદય તમને શુભકામના આપી રહ્યા છે.આવી ગર્વ આપનારી ક્ષણ જોવા મળી તે માટે અમે સૌભાગ્યશાળી છીએ,ઈસરો તમે અમને ગર્વ અપાવ્યો છે. આપણે ચંદ્ર પર છીએ શાહરૂખ ખાને લખ્યું ચાંદ તારે તોડ લાઉં..સારી દુનિયા પર મે છાઉ. અત્યારે ઈસરો અને ભારત દુનિયા પર છવાઈ ગયું છે.ભારતને આ સફળતા અપાવવા બદલ ઈસરો અને એન્જિનિયર ની ટીમને અભિનંદન.

સની દેઓલે આ સફળતા પર ટ્વીટ કરતા લખ્ય ગર્વની ક્ષણ .હિન્દુસ્તાન જિંદાબાદ હતું અને રહેશે આલિયા ભટ્ટે આ અંગે સોશિયલ મીડિયા પર સ્ટોરી મુક્યા લખ્યું અને ઇતિહાસ બની ગયો છે જણાવી દઇએ કે આ વર્ષે ૧૪જુલાઈએ ચંદ્રયાન – ૩ને  આ મિશન માટે મોકલવામાં આવ્યું હતું.જે ગઈકાલે ૨૩ઓગસ્ટે ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *