બોલીવુડના જાણીતા એક્ટરમાંથી વિક્રાંત મેસી કાલ રાત્રે લગ્નના બંધમાં બંધાઈ ગયા એમણે પોતાની લાંબા સમયથી રહેલી ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે લગ્નના સાત ફેરા ફર્યા મુંબઈના ભાગદોડથી દૂર વિક્રાંત અને શીતલે પોતાના લગ્ન પોતાના પરિવાર અને સબંધીઓ વચ્ચે હિમાચલ પરદેશમાં કર્યા.
લગ્નમાં વિક્રાંતે કોઈ મોટો તાયફો ન કર્યો એમણે સારી રીતે તમામ રીત રિવાજોનું પાલન કર્યું વિક્રાંતે પોતાના લગ્ન બિલકુલ પ્રાઇવેટ રાખ્યા આ લગ્નમાં બોલીવુડના કોઈ સ્ટાર જોવા મળ્યા ન હતા વિક્રાંત આમ પણ નેચરલ માણસ માનવામાં આવે છે તેઓ પોતાના કામથી કામ રાખનાર માણસ છે.
અહીં લગ્નના ફેરા ફર્યાના પહેલા વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરની મહેંદી અને હલ્દી પ્રસંગ યોજાયો હતો જેમાં એમણે ખુબજ મસ્તી કરી હતી જેનો અત્યારે વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે વિડીઓમાં જોઈ શકાય છે બંને કપલ જબરજસ્ત ડાન્સ કરી રહ્યા છે મિત્રો તમે શું કહેશો આ બાબતે.