તલાકના 12 વર્ષ બાદ દુલ્હનના લુકમાં જોવા મળી અભિનેત્રી મહિમા ચૌધરી તો ફેન્સ પણ આશ્ચર્યમાં પડી ગયા. સોશિયલ મીડિયા પર તરત જ તેમની બીજી શાદીની ચર્ચા શરૂ થઈ ગઈ. પરંતુ હકીકતમાં આ કોઈ વાસ્તવિક લગ્ન ન હતા —
આ તેમની આગામી ફિલ્મ ‘દુર્લભ પ્રસાદની બીજી શાદી’ના પ્રમોશન માટે હતું, જેમાં તેઓ અભિનેતા સંજય મિશ્રા સાથે દુલ્હા-દુલ્હનના ગેટઅપમાં જોવા મળ્યા હતા.આ ચર્ચાઓ વચ્ચે લોકો ફરી મહિમાની પહેલી શાદીની વાત કરવા લાગ્યા. મહિમાના ભૂતપૂર્વ પતિ બોબી મુખર્જી હાલ લાઈમલાઇટથી દૂર છે પરંતુ આર્કિટેક્ચરના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી રહ્યા છે.
મહિમા ચૌધરીએ વર્ષ 2006માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. લિયેન્ડર પેસ સાથેના સંબંધ બાદ મહિમાના જીવનમાં બોબી આવ્યા હતા. બોબી કોલકાતાના જાણીતા આર્કિટેક્ટ છે અને પોતાનો બિઝનેસ ચલાવે છે.બન્નેની મુલાકાત મહિમાના ભાઈ દ્વારા થઈ હતી, કારણ કે બોબી તેમના મિત્ર હતા. પછી બંને ધીમે ધીમે નજીક આવ્યા અને લાસ વેગાસના એક હોટેલમાં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા.
થોડા સમય બાદ મહિમાની પ્રેગ્નન્સીની ખબર જાહેર થતાં તેમની ગુપ્ત શાદીનો ખુલાસો થયો. લગ્નના એક વર્ષ બાદ જ મહિમા દીકરી આરિયાના ની માતા બની.પરંતુ તેમની લગ્નજીવનમાં ખુશીઓ લાંબી ટકી નહીં. લગ્ન બાદના એક વર્ષથી જ મતભેદો વધવા લાગ્યા અને 6 વર્ષ બાદ બંનેએ કાનૂની રીતે તલાક લઈ લીધો. ત્યારથી બોબી મુખર્જી ખૂબ જ પ્રાઈવેટ લાઈફ જીવી રહ્યા
છે અને મુંબઈ, દિલ્હી અને મિલાનમાં તેમની કંપની “બોબી મુખર્જી આર્કિટેક્ટ્સ” સારી રીતે ચાલી રહી છે.મહિમા હાલ પોતાની દીકરી આરિયાના સાથે સિંગલ મા તરીકે જીવન જીવી રહી છે. આરિયાના પોતાની મા જેવી જ લાગે છે અને પોતાના ક્યૂટ લુક્સને કારણે સોશિયલ મીડિયામાં ખૂબ લોકપ્રિય છે.
 
	 
						