મુંબઈમાં રેસ્ટોરેન્ટની બહારથી સ્ટારની આવી તસ્વીરો રોજ સામે આવે છે પરંતુ દરેક તસ્વીરમાં સ્ટારનો વ્યવહાર અલગ અલગ જોવા મળે છે પરંતુ ગઈ કાલે બોબી દેઓલ અને એમના ભાઈ અભય દેઓલે આ ગરીબ બાળકો સાથે જે સારો વ્યવહાર કર્યો એ એમને પુરી જીંદગી યાદ રહેશે એમને યાદ રહેશે કે કોઈ સ્ટાર હતો.
જે એમને ગળે લગાવ્યા હતા એમને એ પણ યાદ રહેશે કે કોઈ સ્ટારે એમના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો હતો હકીકતમાં ગઈ મોડી રાત્રે બોબી દેઓલ અને અભય દેઓલ મુંબઈની એક રેસ્ટોરેન્ટની બહાર નીકળી રહ્યા હતા ત્યારે ગરીબ બાળકો સામે આવે છે અહીં આવતા બાળકો બેથી ચાર રૂપિયા લઈને સ્ટાર સામેથી નીકળી જતા હોય છે.
સ્ટાર એમની આજુબાજુ પણ નથી ભટકવા દેતા એમના સિક્યુરિટી વાળા એમને હટાવી દેતા હોય છે પરંતુ કાલે એવું ન થયું કાલે જયારે બાળકો એમની જોડે આવ્યા ત્યારે એમણે બોબી જોડે કંઈ માગ્યું નહીં પરંતુ કહ્યું કે અમારી જોડે ફોટો પડાવી દયો ત્યારે બોબી અને અભય બિલકુલ ખચકાયા વગર નજીક બોલાવી લીધા.
તેના બાદ એમણે ગરીબ બાળકોને પોતાની નજીક બોલાવી લીધા અહીં બોબી દેઓલે ગરીબ બાળકોને ગળે લગાવીને ફોટો પડાવ્યા વાળમાં હાથ ફેરવ્યો અહીં બોબિ દેઓલથી બીજા સ્ટારે પણ શીખવું જોઈએ કે ગરીબ થી કંઈ રીતે વ્યવહાર કરવો જોઈએ વિડિઓ સામે આવ્યા બાદ લોકો બોબી અને અભયની પ્રંશસા કરી રહ્યા છે.