ગીર સોમનાથના કોડીનારમાં BLOએ કર્યો આપઘાત. દેવળી ગામે શિક્ષકે ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત. શિક્ષકે મોત પહેલાં સુસાઈડ નોટ લખી. SIRની કામગીરીથી ત્રસ્ત થઈને સુસાઈડ કર્યો હોવાનો ઉલ્લેખ
કોડીનારના BLO શિક્ષકે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. SIR કામગીરીના દબાણથી માનસિક તણાવ આપઘાત કરી મોત વ્હાલુ કર્યું. તેમણે સ્યૂસાઈડ નોટમાં લખ્યું કે, છેલ્લા કેટલાય દિવસથી સતત થાક અને તણાવ અનુભવું છું. તો બીજી તરફ, BLOની કામગીરીથી શિક્ષક ડિપ્રેશનમાં હોવાનો પરિવારે આક્ષેપ કર્યો. પીડિત પરિવારે ન્યાયની માંગ કરી છે
જે શિક્ષક બાળકોનું ઘડતર કરે છે જીવનનો રસ્તો બતાવે છે વિદ્યાર્થીને તે જ શિક્ષક આજે થાકી ગયો છે અને આ થાક લાગ્યો છેબીએલઓની કામગીરી અને એસઆઇઆરની જે કામગીરી તેમને સોંપવામાં આવી છે તેને લઈને આને જ લઈને એક શિક્ષકે જીવન ટૂંકાવી લીધું છે અને એક સુસાઈડ નોટમાં ચોકાવનારા ખુલાસા પણ થયા છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણ રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ગુજરાતમાં અત્યારે બીએલઓ અને એસઆઈઆરની કામગીરી છે તે શિક્ષકોને સોંપવામાં આવી છે સાથે જ જ્યારેઆ કામગીરી સોંપવામાં આવી હતી ત્યારે શિક્ષકોએ આનો વિરોધ કર્યો હતો
ત્યારે એવી પણ વાત સામે આવી હતી કે જો વિરોધ થશે તો પછી ધરપકડનો વોરન્ટ ઇસ્યુ પણ આ શિક્ષકો સામે થઈ શકે છે જેને લઈને બળજબરીપૂર્વક તેઓ આ કામગીરી કરવા મળ્યા હોવાના આક્ષેપ પણ થયા હતા તેવામાં આ જે કામગીરી સોંપવામાં આવી છે શિક્ષકોને બીએલઓની તેમાં કારણે તેમણે તણાવમાં આવીને કામ કરી રહ્યા છે અને સ્ટ્રેસ અનુભવી રહ્યા છે અને જેના કારણે આ શિક્ષકો છે તે શાળામાં પણ નિયમિતપણે તે નથી પહોંચી શકતા
અને બાળકોનું જે ભવિષ્ય છે તે પણ બગળી રહ્યું હોવાની વાત સામે આવી રહી હતી તેવામાં આગઈકાલે કપડવંશમાં એક આચાર્યને હાર્ટ એટેક આવ્યો હતો હતો અને ત્યારબાદ તેના પરિવારજન છે તેમનું કહેવું એવું હતું કે જે બીએલઓની કામગીરી તેમને સોંપવામાં આવી છે. મોળી રાત સુધી જે આચાર્ય છે તે આ કામગીરી કરી રહ્યા હતા અને તેમણે આ બીએલઓની કામગીરીને કારણે ખૂબ જ સ્ટ્રેસમાં રહેતા હતા અને તેમને ભારણ રહેતું હતું જેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તો તેવામાં કોડીનારના દેવડી ગામમાં વધુ એક શિક્ષકે આજે જીવન ટૂંકાવ્યું છે અને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે અને સુસાઈડ નોટમાં આ મામલાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યોછે. સુસાઈડ નોટમાં નજર કરીએ તો તેમાં લખવામાં આવ્યું છે તેમની પત્નીને સંબોધીને કે મારાથી કોઈપણ કાળે હવે આ એસઆઇઆર કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું.
તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે હું તમને બંનેને ખૂબ જ ચાહું છું પણ હવે હું ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી. મારો આ થેલો અહીં પડ્યો છે તેમાં બધી જ કામગીરીનું સાહિત્ય છે તે સ્કૂલે જઈને આપી દે છે આઈ એમ વેરી વેરી સોરી માય વાઈફ સંગીતા આ પત્ર છે શિક્ષકે તેની પત્નીનેલખ્યો છે જ્યારે તેમણે આ અંતિમ પગલું ભર્યું તે પહેલા આ ચિઠ્ઠી લખ્યું હોવાનું માનવામાં આવે છે.
હાલ જે પ્રકારે બીએલઓની અને એસઆઈઆરની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે તેને લઈને શિક્ષક મંડળો છે તે પણ વિરોધ કરી રહ્યા છે કારણ કે તેના કારણે શિક્ષકો છે તે માનસિક તણાવમાં આવી રહ્યા હોવાની વાત સામે આવી છે મિત્રો ગુજરાતની ભાજપ સરકાર કેન્દ્રની સરકાર અને ચૂંટણી પંચે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે એવી એક ભયંકર ચિંતાજનક ઘટના આપણી સામે ગુજરાતમાં બની છે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના અરવિંદ મૂળજીભાઈ વાઢેર નામનાશિક્ષકે તાજેતરમાં આજે જ સુસાઇડ કર્યું છે અને એમણે આત્મવિલોપન કરતી વખતે જે ચિઠ્ઠી લખી છે એ ચિઠ્ઠીમાં લખ્યું છે સ્પષ્ટપણે કે મારાથી કોઈપણ કાળે કોઈપણ
સંજોગોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સરની કામગીરી થઈ શકે એમ ન હોય છેલ્લે કોઈ વિકલ્પ ન બચતા થાકીને હારીને ત્રસ્ત થઈને હું આ આત્મઘાતી પગલું ભરી રહ્યો છું આપ આના પરિવારજનોને હું શ્રદ્ધાંજલિ પાઠવું જ છું પણ આપણે બધાય ગંભીરતાથી વિચારવાની જરૂર છે રાજ્યની સરકાર કેન્દ્રની સરકાર અને ચૂંટણી પંચે ખાસ વિચારવાની જરૂર છે કે તમે શિક્ષકોને આવું ભયંકર આત્મઘાતી પગલું ભરવા માટે કેમમજબૂર કરો છો અન્ય અનેક કેડરના સરકારી કર્મચારીઓને તમે આમાં જોતરી શક્યા હોત આ અરવિંદ મુળજીભાઈ વાઢેર એમણે જે સુસાઇડ કરવું પડ્યું એના મૂળમાં આએસઆરની પ્રક્રિયા જવાબદાર છે
કોઈ શિક્ષકે પોતાનું જીવન ટૂંકાવું પડે એનાથી મોટી દુઃખદાયી અને ચિંતાજનક બાબત શું હોઈ શકે સમગ્ર ગુજરાતના શિક્ષક કો દેશના શિક્ષકો એ એજ્યુકેશનની ભણાવવાની કામગીરી બાજુ પર મૂકી આ કામમાં જોતરાય અને એના કારણે એમણે એના બોજથી થાકીને સુસાઈડ કરવું પડે આ બિલકુલ કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય અને આને જ લઈને હવે આ શિક્ષણ સંઘ છે તે પણ આ કામગીરીનો વિરોધ કરવા જોવા મળી રહી છે આપ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો