Cli

ધન્ય કહેવાય આ ગુજરાતી યુવતીને જે દેશ માટે શહીદ થયેલ સૈનિકોના પરિવારો માટે સહારારૂપ બને છે…

Story

દેશની સેવા કરતા અને દેશના સીમાડા સાચવતા શૂરવીર સૈનિકો અને તેમના પરિવારને આ યુવતી મદદ કરે છે સ્વભાવની સીધી આ યુવતીએ અત્યાર સુધી ઘણા શહિદ સૈનિકોના પરિવારોની મુલાકાત લીધી છે ખાસ કરીને દેશના કોઈ સૈનિક શહીદ થઈ જાય અને આ યુવતીના ધ્યાનમાં આવે તો તરતજ આ યુવતી પરિવારની મુલાકાત લેછે.

આ યુવતીનું નામ વિધિ છે જેઓ છેલ્લા કેટલાય સમયથી આ સેવાનું કાર્ય કરે કરે છે શહીદ થયેલ પરિવાર મળવા જાય છે અને તે પરિવારને મદદરૂપ થાય છેજેમાં હમણાં થોડા સમય પહેલાજ ખેડા જિલ્લાના કપડવંજના વણઝારીયા ગામના શહીદ થયેલ વીર જવાન હરીશસિંહ પરમારના પરિવારની મુલાકાત લીધી હતી.

હરીશ પરમારના પરિવારની મુલાકાત લઈને નિધિએ સાંત્વના પાઠવી હતી અને 11 હજારનો ચેક પણ અર્પણ કર્યો હતો નિધિએ 5 દિવસ પહેલાજ ખેડા જિલ્લાના તમામ લોકોને મદદ કરવા માટે વિનંતી કરી હતી જેમાં કુલ 45 હજારની રકમ જુદી જુદી વ્યક્તિઓ તરફથી મળી હતી તે રકમ પણ નિધિએ હરીશ પરમારના પરિવારને સહાય પેટે આપી હતી.

વિધિએ જમ્મુ કાશ્મીર પૂંછ સેક્ટરમાં શીદ થયેલ પાંચ જવાનોના પરિવારોને પણ પાંચ પાંચ હજારની સહાય કરી હતી નિધિ આ રીતે એમના ધ્યાનમાં આવતા શહીદ થઈ ગયેલ પરિવારોને આર્થિક રીતે મદદ કરતી હોયછે જે ખરેખર બિરદાવવા લાયક કામ છે આવી નારીને પણ ધન્ય કહેવાય જેઓ આ સારું કામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *