આપણે વર્ષો યુગોથી જોતા આવ્યા છીએ કે શિવલિંગ પર દૂધ અને પાણીનો અભિષેક કરવાથી અને શિવને બીલીપત્ર ચડાવવાથી શિવ પ્રસન્ન થાય છે પરતું જો તમને એમ કહેવામાં આવે કે શિવ માત્ર બીલીપત્ર થી નહિ પરતું માંસ અને થૂંક ચડાવવાથી પણ શિવના દર્શન મળી શકે છે તો માન્યામાં ન આવે એવી વાત છે ને પણ આજે અમે તમને શિવના એક એવા ભક્ત વિશે જણાવીશું જેને માંસ ચડાવી ને શિવને પ્રસન્ન કર્યા હતા.
પુરાણોની દંતકથા મુજબ થેમ્મન નામનો એક શિકારી હતો આ શિકારીએ એકવાર જંગલમાં શિવનું મંદિર જોયું અને તેને શિવની પૂજા કરવાની ઈચ્છા થઈ જોકે શિકારી હોવાના કારણે થેમ્મનને પૂજાપાઠ વિશે કોઈ જાણકારી ન્હોતી પરંતુ તેને પૂજા કરવી હતી એવામાં થેમ્મનને એક વિચાર આવ્યો તેને પોતાની પાસે રાખેલું માંસ શિવજીને ચડાવી દીધું આ એનો નિત્યક્રમ બની ગયો હતો એ રોજ જંગલમાં આવતો અને શિવને માંસ ચડાવતો.
ત્યાંનો પૂજારી ક્યારેક જ પૂજા કરવા આવતો એટલે માંસ જોઈને એ વિચારતો કે આ કોઈ પ્રાણીનું કામ હશે પછી એક દિવસ થેમ્મનને શિવલિંગ અને મંદિરની સફાઈ કરવાનો વિચાર આવ્યો હવે એ તો શિકારી હતો એટલે એની પાસે વાસણ તો હોય નહિ એવામાં સફાઈ કરવા થેમ્મનને જે રસ્તો નીકળ્યો એ તમે વિચારી પણ ન શકો થેમ્મન પોતાના મોઢામાં નદીનું પાણી ભરી લાવ્યો અને શિવલિંગ પર આવી પોતાના મોઢામાંથી પાણી થૂંકી દીધું.
થેમ્મનના આ વર્તનથી પૂજારીને ખુબ જ ગુસ્સો આવ્યો અને તેમણે શિવને સવાલ કર્યો કે તે આવા બેદરકાર માણસને સજા કેમ નથી કરત ત્યારે શિવજીએ પૂજારીને એક ઝાડ પાછળ છૂપાઇ જવા કહ્યું અને એ ઝાડ પાછળથી પુજારીએ જે જોયું એ ખરેખર એક ભક્તિની પરાકાષ્ઠા હતી પુજારીએ જોયું કે શિવલિંગની એક આંખમાંથી લોહી નીકળી રહ્યું હતું અને એ લોહીને બંધ કરવા થેમ્મનને પહેલા જડીબુટ્ટીનો લેપ શિવની આંખમાં લગાવ્યો.
પરતું લેપ લગાવવાથી લોહી બંધ ન થયું એવામાં થેમ્મન એ એક પળનો પણ વિચાર કર્યા વગર પોતાનું ચાકુ હાથમાં લીધું અને પોતાની આંખ કાઢી શિવની એક આંખ પર લગાવી દીધી જો કે થીડીવારમાં શિવની બીજી આંખમાંથી પણ લોહી નીકળવા લાગ્યુ હવે થેમ્મન વિચારમાં પડ્યો કે જો બીજી આંખ આપશે તો પોતે શિવલિંગ કેવી રીતે જોઈ શકશે પરતું એ એક સાચો ભક્ત હતો એનાથી શિવની વેદના ન જોઈ શકાય.
એણે પોતાની બીજી આંખ નીકળવા ચાકુ હાથમાં લીધું પણ એ જ સમયે શિવ ત્યાં પ્રગટ થયા અને થેમ્મનને દર્શન આપી તેની આંખોની રોશની પાછી આપી ત્યારથી આ શિવ ભક્ત કન્નપા નૈયનારના નામે જાણીતો બની ગયો તમને જણાવી દઇએ કે કન્નપાનો અર્થ આંખ અર્પિત કરનાર તેમજ નૈયનારનો અર્થ શિવ ભક્ત એવો થાય છે.
ભક્ત અને ભગવાન પ્રેમ અને મનના ભાવથી જોડાયેલા હોય છે થેમ્મનની પૂજાની રીત ભલે બરાબર ન હોય સાચી ન હોય પણ એના મનમાં રહેલો શિવ પ્રત્યેનો પ્રેમ એકદમ સાચો હતો જેના કારણે શિવને તેના દ્વારા ચડાવેલા માંસનો પણ સ્વીકાર કરવો પડ્યો અને તેને દર્શન આપવા પડ્યા.