બોલીવુડ ફિલ્મોમાં પોતાનું શું મધુર સંગીત અને ગીતો આપનારા ફિલ્મ અભિનેતા મહેબૂદ ન સુપુત્ર લકી અલી એ છેલ્લા પાંચ વર્ષોથી બોલિવૂડમાં સોંગ આપવાનું બંધ કરી દીધું હતું અને પોતે ઘેર બેસી ગયા હતા એમને બોલીવુડ વિશે 2017 માં કહ્યું હતું કે બોલીવુડ બત્તમીજ થતું જાય છે.
બોલીવુડની ફિલ્મોમાં પ્રેરણા ક્યાંય દેખાતી નથી બોલીવુડની ફિલ્મો યંગ જનરેશનને હિંસાની તરફ દોરે છે સાથે એમને જણાવ્યું હતું કે આવનાર સમયમાં બોલીવુડ નું પતન નિશ્ચિત છે અને લોકોમાં બોલીવુડ નો ક્રેઝ ઓછો થતો જોવા મળશે આવું એમને 2017 માં જણાવ્યું હતું.
જે આજે સાચું દેખાઈ રહ્યું છે બોલીવુડમાં મોટાભાગની ફિલ્મો ફ્લોપ થતી દેખાય છે સાથે ઘણી બધી ફિલ્મોને બોયકોટ પણ કરવામાં આવે છે તાજેતરમાં સિંગર લકી અલીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે આ પહેલા પણ મેં બોલીવુડ વિશે નિવેદન આપેલું છે જે અત્યારે સાચું થતુ જણાય છે.
જો આવી જ રીતે બોલીવુડ ફિલ્મો બનાવતી રહેશે તો એનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે લોકોમાં હાલ સાઉથ ઇન્ડસ્ટ્રી તરફ ખૂબ પ્રેમ છે કારણ કે સાઉથ ફિલ્મોમાં પ્રેરણા જોવા મળે છે જ્યારે હોલીવુડની ફિલ્મોમાં કોઈપણ જાતની પ્રેરણા નહીં પરંતુ યુવાનોમાં નફરત સાથે હિંસાત્મક ભાવનાનો સચંય ઉભો કરે છે.