જવાનોએ, જખ્મ લાગે તો તેને મેડલ સમજો અને મોત સામે આવે તો સલામ કરો. જે અવતારમાં સલમાન ખાનને જોવા માટે ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, એ રાહ હવે પૂરી થઈ ગઈ છે. સલમાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ બેટલ ઓફ ગલવાનનો ટીઝર રિલીઝ થઈ ગયો છે. આ ટીઝર એટલો ધમાકેદાર છે કે જોયા બાદ તમારા રોમાઝ ઊભા થઈ જશે.ઘણા સમયથી સલમાન પડદા પર સતત ફ્લોપ ફિલ્મો આપી રહ્યો હતો.
વર્ષ 2017માં રિલીઝ થયેલી ટાઈગર જિંદા હૈ પછી તેમની કોઈ પણ ફિલ્મ સુપરહિટ થઈ નથી. પરંતુ હવે લાગે છે કે તેમના માથા પરથી આ દાગ દૂર થવાનો સમય આવી ગયો છે. પોતાના 60મા જન્મદિવસના અવસરે સલમાને પોતાના ફેન્સને આ સરપ્રાઈઝ આપ્યું છે.આ ફિલ્મ 2020માં ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સેના વચ્ચે થયેલી ઐતિહાસિક અને ભયાનક અથડામણ પર આધારિત છે. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.
સલમાન ખાન આ ફિલ્મમાં કર્નલ બી સંતોષ બાબૂનો રોલ ભજવી રહ્યા છે, જેમણે અંતિમ શ્વાસ સુધી ચીની સૈનિકો સામે લડત આપી હતી.15 અને 16 જૂન 2020ની રાતે પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલને લઈને થયેલા વિવાદના કારણે થઈ હતી. આ યુદ્ધની સૌથી અનોખી અને દુખદ વાત એ હતી કે તેમાં એક પણ ગોળી ચલાવવામાં આવી નહોતી. 1996 અને 2005ના દ્વિપક્ષીય કરાર મુજબ ભારત-ચીન સરહદ પર હથિયારોનો ઉપયોગ પ્રતિબંધિત છે.ચીની સૈનિકોએ કાંટેદાર તારવાળી લાઠીઓ, પથ્થરો અને લોખંડની રોડથી ભારતીય સેનાપર અચાનક હુમલો કર્યો હતો.
જ્યારે ભારતીય સેનાના ગણતરીના જવાન ગલવાન ઘાટીમાં હાજર હતા ત્યારે ચીની સૈનિકોએ ઘાત લગાવી હુમલો કર્યો. તે સમયે 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ બી સંતોષ બાબૂએ પોતાના થોડા જવાનો સાથે મળીને ચીની સેનાનો સામનો કર્યો.લગભગ 300 ચીની સૈનિકોને મુઠ્ઠીભર ભારતીય જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વિના પાછળ હટવા મજબૂર કરી દીધા.
આ અથડામણમાં ભારતના 20 બહાદુર જવાનો શહીદ થયા હતા જ્યારે ચીની સેનાના 54 સૈનિકો માર્યા ગયા હતા. ચીની સેના ભારતીય સેનાથી ડરીને પાછળ હટી ગઈ હતી. આ ઘટનામાં સંતોષ બાબૂ પણ શહીદ થયા હતા. તેમની વીરતા બદલ તેમને દેશના બીજા સર્વોચ્ચ સૈનિક સન્માન મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.હવે સલમાન પડદા પર સંતોષ બાબૂનો આ પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મ માટે સલમાને ખાસ આર્મીની ટ્રેનિંગ લીધી છે અને પોતાનો લુક પણ સંપૂર્ણ રીતે બદલી નાખ્યો છે. તો તમને આ ટીઝર કેવો લાગ્યો?