જ્યારે સંપૂર્ણ ઘરનો ભાર એક વ્યક્તિ પર પડે ત્યારે કેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે તે તમને આ વિડીયો દ્વારા ખબર પડશે જવાબદારી કોને કહેવાય છે તેની જાણ થશે પોપટભાઈ ફાઉન્ડેશનની ટીમ તે મહિલાના ઘરે પહોંચિ અને તેમની પરિસ્થિતિ વિશે જાણીને તેમને મદદ કરી ચાલો જાણીએ પોપટભાઈ ફાઉન્ડેશન અને તેમની કઈ રીતે સહાય કરી.
સુરતમાં એક મહિલા તેની દીકરી સાથે રહે છે તે વિધવા સહાયના કામથી સાડીઓ લઈને આવે છે અને સ્ટોન ટાંકીને આપે છે જેના તેને બે મહિને 2500 મળે છે અને ઘરનું ગુજરાન ચલાવે છે દીકરી નવ ધોરણ સુધી ભણી છે અને હવે તે માતાની મદદ કરવા માટે દવાખાનામાં કામ કરે છે ઘરની પરિસ્થિતિ જોઈને તેણે ભણવાનું છોડી દીધું છે આ વાતની જાણ થતાં પોપટભાઈએ કહ્યુ કે આ જમાનામાં ભણતર ખૂબ જ જરૂરી છે.જો તમે ભણવા માંગતા હો તો અમે તમારી મદદ કરશું અમારી ફાઉન્ડેશન મહેનતુ લોકોની મદદ કરે છે અને તમારા ગુજરાન માટે જે વસ્તુઓની જરૂરિયાત છે તે પણ અમે પૂરી પાડીશું.
ત્યારે દીકરીએ કહ્યું કે મને એક સીવણ મશીનની જરૂરત છે જેથી હું ઘરે બેસીને કામ કરી શકું અને મને બહાર જવું ન પડે ત્યારે પોપટભાઈ એ કહ્યું કે અમે તમારી મદદ કરશું અને તેઓ સીવણ મશીન લેવા માટે ગયા ત્યાં દીકરીએ તેની પસંદગીનું મશીન પસંદ કર્યું અને તે મશીન ઘરે લઈને આવ્યા ઘરે આવ્યા બાદ પોપટભાઈ એ કહ્યું કે તમને આ મદદ જીગ્નેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવે છે આજે જીગ્નેશ ભાઈના દીકરા નો જન્મદિવસ છે અને તે આજે જરૂરીયાતમંદ વ્યક્તિ માટે કંઈક કરવા માંગતા હતા અને તેમણે આ મદદ કરી છે ત્યારે માતા તથા દીકરી એ તેમનો ખૂબ જ આભાર માન્યો.