Cli

બનાસકાંઠાના અમીરગઢમાં નશાની હાલતમાં શિક્ષક શાળાએ પહોંચ્યા! શું કાર્યવાહી થઈ..

Uncategorized

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કેવી છે તો લથડિયા ખાતી છે એવું કહેશું તોય અતિશયુક્તિ નહી લાગે કારણ કે શિક્ષકો જો લથડિયા ખાતા હોય તો પછી એ બાળકોને શું ભણાવશે એ પ્રશ્ન છે. આ તમે જે વિડીયો જોયો એ અમીરગઢનો છે અમીરગઢની ખજૂરિયા પ્રાથમિક શાળાના શિક્ષક શિક્ષકનું નામ રાજકુમાર છે

અને લથડિયા ખાતા ખાતા સ્કૂલે પહોંચ્યા એના પછી સ્થાનિક લોકોને ખબર પડી કે નશાની હાલતમાં શિક્ષક છે એની ગાડી ચેક કરીને બધું જોયું તો ગાડીની અંદરથી પણ દારૂની બોટલ મળી બે દિવસ પહેલાનો આ વિડીયો છે એના પછી બધાને પ્રશ્ન હતો કે આ શિક્ષક સામે એક્શન ક્યારે લેવાશે કારણ કે આની પહેલા પણ અનેકવાર જે બોર્ડરના વિસ્તારો છે એટલે આપણે એવું કહીએ કે આદિવાસી વિસ્તારોમાં

જે શાળા ઓ છે એ બનાસકાંઠાથી લઈને આ બાજુ દક્ષિણ ગુજરાત સુધી નશાની હાલતમાં શિક્ષક આવે બાળકો સાથે ખરાબ વર્તન કરે અને એ બધા જ વિડિયોઝ આપણે જોયા છે આ પહેલી બનેલી ઘટના નથી. અમીરગઢના એ શિક્ષક રાજકુમાર જેમનું નામ છે એ નશાની હાલતમાં સ્કૂલ આવ્યા સ્થાનિક લોકોએ એમને બહુ જ બધા સવાલ જવાબ કર્યા અને બધું કર્યું પછી ગાડી ચેક કરી એના પછી પોલીસને પણ બોલાવ્યા પોલીસ એમને લઈ ગયા અને પછી ગુનો નોંધ્યો. ગુનો નોંધ્યા પછી

આજે શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પણ એ શિક્ષકનો જે વિડીયો આવ્યો છે એ વિડીયો જોઈને આપણને ખબર પડે કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ શું છે? કારણ કે ગુજરાતના શિક્ષણની જ્યારે વાત આવે ત્યારે આપણે બહુ જ મોટી મોટી વાત કરીએ છીએ. શહેરોમાં હજી પણ વ્યવસ્થા સુધરી ગઈ હશે એવું આપણે માની લઈએ કે સરકારી શાળામાં વ્યવસ્થા સુધરી હશે પણ તમે ગામડાઓમાં જાવ તો તમને ખબર પડે કે કેવી ભયાનક સ્થિતિમાં બાળકો ભણતા હોય છે.

આદિવાસી વિસ્તારોમાં એમ પણ બાળકોને જલ્દી શિક્ષણ પ્રત્યે પ્રેરવા માટે બહુ જ બધા પ્રયાસો થાય. શાળાએ બાળકોને નથી મોકલતા હજી પણ અનેક માં બાપ એ બધાની વચ્ચે જ્યારે દારૂ પીધેલી હાલતમાં કે નશાની હાલતમાં શિક્ષક જો શાળાએ આવતો હોય તો કયા માતાપિતા એવા હોય જે પોતાના બાળકને શાળાએ મૂકે બાળકને સારા સંસ્કાર માટે સારા ભણતર માટે એના ભવિષ્ય ગળવા માટે

જ્યારે શાળાએ મોકલવામાં આવતા હોય ત્યારે એ શિક્ષક એ ગુરુ જેને એવું કહેવાય કે એ એનું ભવિષ્ય ઘડશે એ એના ઘડતર પાછળ હશે એ શિક્ષક નશાની હાલતમાં ટુલ છે એ શિક્ષકને ચાલવાની પણ હોશ નથી અને એ લથડિયા ખાય તો પછી આ વ્યવસ્થા કેવી અત્યારે અમીરગઢની એ શાળાથી એ શિક્ષકના જે વિડીયો સામે આવ્યા છે તેના પર કરીએ નજર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *