આજે શાહરૂખ ખાનને બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે તેમણે તેમના જીવનમાં જે પણ કર્યું છે તેમના હાથે કર્યું છે તેમની ફિલ્મો દ્વારા તે લોકોના લોકપ્રિય બન્યા છે તેમના ફેન્સ ના લીધે તે આજે આ મુકામ પર પહોંચ્યા છે જ્યારથી શાહરૂખ ખાનની બ્રાન્ડ બની છે ત્યારથી તે એક બ્રાન્ડ પ્રમાણે જ ચાલે છે તેમની રહેણીકરણી પણ એ જ રીતની છે એકવાર જ્યારે શાહરૂખ ખાનની એક ગાર્ડ સાથે રોકજોક થઈ હતી તે કિસ્સો તો તમે સાંભળ્યું જ હશે.
આજે આપણે જાણવાના છે શા કારણે આ ઘટના બની હતી અને કઈ રીતે શાહરૂખ ખાનને પોતાનો ગુસ્સો ઠંડો કર્યો હતો 11જાન્યુઆરી 1999 ફિરોઝ નાડીયાદવાલાએ એક પાર્ટી રાખી હતી આ પાર્ટીમાં ઘણા મોટા મોટા લોકોને બોલાવવામાં આવ્યા હતા જેમ કે સંજય દત્ત જુહી ચાવલા અક્ષય કુમાર અને બાલા સાહેબ ઠાકરે જેવી મોટી હસ્તીઓ નજર આવી હતી.
આ પાર્ટીમાં હોલિવૂડના કલાકારોને પણ બોલાવવામાં આવ્યા હતા તેમાં શાહરુખ ખાન પણ આવ્યા હતા એટલે આ પાર્ટીમાં ખૂબ જ મોટા મોટા લોકોની ઉપસ્થિતિના લીધે અહીં સિક્યોરિટી પણ ટાઇટ રાખવામાં આવી હતી જ્યારે શાહરૂખ ખાન આવતા હતા ત્યારે તેમના પાસે એક લોડેડ બંદૂક હતી.
જ્યારે ગાર્ડ દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે તેમના પાસે આ બંદૂક કેમ છે ત્યારે શાહરૂખ ખાને કહ્યું કે હું મારી સિક્યોરિટી માટે આ બં!દૂક મારી સાથે રાખું છું કારણકે મને ધમકીઓ આવતી રહે છે એટલે હું જ્યાં જાઉં ત્યાં બં!દૂ!ક મારા સાથે રાખું છું ત્યારે એક ગાર્ડએ તેમને અંદર લઈ જવાની ના પાડી અને કહ્યું કે તમારી આનું લાયસન્સ ક્યાં છે ત્યારે શાહરૂખ ખાનને ખૂબ જ ગુસ્સો આવ્યો કારણ કે તે એક બ્રાન્ડ છે.
શાહરુખ ખાનને કોઈએ આવો સવાલ કર્યો એટલે શાહરુખ ખાન ખૂબ જ ગુસ્સે થયા ત્યારે ગાર્ડે કહ્યું કે તમે શાહરુખ ખાન છો તો અમે શું કરીએ પણ તમનેતો કહેવું જ પડશે કે તમે લઇને કેમ અંદર જઈ રહ્યા છો ત્યારે શાહરુખ ખાનને ગુસ્સો આવતા તેમણે કહ્યું કે ફિરોઝ નડિયાદવાલાને બોલાવો ત્યારે નડિયાદવાલા ખૂબ જ વ્યસ્ત હતા.
તેમના મહેમાનો સાથે એટલે એક કલાક સુધી તે બહાર આવી શક્યા નહીં અને ત્યાં સુધી શાહરુખ ખાન તે ગાર્ડ સાથે ઉલજતા રહ્યા અને એક સમયે શાહરૂખ ખાનને ખૂબ જ ગુસ્સો આવતા તેમણે ફિરોઝ નડિયાદવાલાને કહ્યું કે આખરે તેની ફિલ્મ એક આરોપી અને એક નોકર સાથે જ બનાવી રહ્યો છે આરોપી એટલે સંજય દત્તને નોકર એટલે અક્ષય કુમારની વાત કરતા હતા.
જ્યારે આ વાતની સંજય દત્ત અને અક્ષય કુમારને ખબર પડી ત્યારે તે ખૂબ જ દુઃખી થયા તેમને તેમનો આ વ્યવહાર સારો લાગ્યો નહીં અને અંતે ફિરોઝના સેક્રેટરીએ આ વાતની જાણ ફીરોજને કરી ત્યારે બાલા સાહેબ ઠાકરેએ ગાર્ડ દ્વારા શાહરૂખ ખાનને કહેવા માટે કહ્યું કે તેને કહો કે તે પોતાનો લાયસન્સ જલ્દીથી બતાવે નહિં તો તેની આગળથી જે પણ ફિલ્મો આવવાની છે તે થિયેટરમાં કેવી રીતે લાવી શકશે તે અમે જોશું.
ત્યાર પછી શાહરૂખ ખાનનો ગુસ્સો ઠંડો થઈ ગયો અને શાહરુખ ખાન પોતે જઇને લાઇસન્સ લઈને આવ્યા અને તેમણે એ ગાર્ડને માફી માંગીને તે લાઇસન્સ પણ બતાવ્યો પછી તે પાર્ટીમાં શાહરુખ ખાન ચૂપ જ રહ્યા અને તેના બીજા દિવસે તે પોતાની ફિલ્મ ડુબલીકેટની શૂટિંગ કરી રહ્યાં હતા ત્યાંજ ફિરોઝ નડિયાદવાલા તેમની ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા.
ત્યારે ફિરોઝ નડિયાદવાલા શાહરૂખ ખાનની મુલાકાત લેવા ગયા અને તેમના ઉપર વરસી પડ્યા ફિરોજ એ કહ્યું કે તું ખુદને શું સમજે છે તે મારી ફિલ્મને ખરાબ કરી નાખી મારી પાર્ટી ખરાબ કરી નાખી તેઓ વચ્ચે હાથાપાઈ થવા લાગી ત્યારે મહેશ ભટ્ટ જે ડિરેક્ટર હતા તે આવ્યા અને તેમણે તે બંનેનો ગુસ્સો શાંત કરાવ્યો પરંતુ આજે પણ તેઓ એકબીજા સાથે કામ કરતા નથી અને જ્યારે શાહરૂખ ખાનને મીડિયા દ્વારા આ વિશે કોઇ સવાલ પૂછવામાં આવે ત્યારે તે કોઈ પણ જવાબ આપીને છૂટા થઈ જાય છે.