નમસ્કાર દર્શક મિત્રો બગદાણાની બબાલમાં હાલમાં ખૂબ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાવનગરની કોર્ટે હવે જે આઠે આરોપીઓ છે તેમને હવે ભાવનગરની જેલના હવાલે કરવાનો આદેશ કર્યો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કે જે આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં બનાવવામાં આવી છે તેમના દ્વારા થોડાક સમય અગાઉ આ આઠેય આરોપીઓના જે રિમાન્ડ છે
તે કોર્ટ સમક્ષ માંગવામાં આવ્યા હતા અને કોર્ટે આજે સોમવારના રોજ સાંજેચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તો હવે આજે આ આઠે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા એસઆઈટીની ટીમ દ્વારા થઈ આરોપીઓને ભાવનગરની કોર્ટમાં રજૂ કરવામાંઆવ્યા હતા અને કોર્ટે હવે આ તમામ આરોપીઓને ભાવનગરની જેલના હવાલે કરવાનો આદેશ આપ્યો છે.
સૌપ્રથમ આપણે વાત કરીએ આ આરોપીઓના નામની તો આ આરોપીઓમાં પહેલું નામ છે રાજુ ભમર. બીજું નામ છે વીરુ સૈયડા ત્રીજું નામ છે આતુ ભમર ચોથું નામ છે વીરેન્દ્રભાઈ પરમાર. પાંચમું નામ છે પંકજ મેર પછી એ પછી નામ આવે છે સતીશ વનાલિયા અને તે પછી એક નામ આવે છે નાજુ કામળિયા આ તમામ આરોપીઓએ બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધ્યા પર ખૂબ હિંસક રીતે હુમલો કર્યો હતો અને જેના કારણે પછી રાજકારણમાં ગરમાઓ આવી ગયો અને આ પછી નવનીત બાલધ્યાને ન્યાય અપાવવા માટેકોળી સમાજ હવે મેદાને આવી ચૂક્યો છે.
સૌપ્રથમ રાજુલાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકીએ નવનીત બાલધ્યાની હનુમાન કેર હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને આ પછી ગુજરાત સરકારમાં મંત્રી અને કોડી સમાજના જે અન્ય આગેવાનો છે તેમણે પણ નવનીત બાલધ્યાની મુલાકાત લીધી હતી અને તેમણે જે પોલીસ તપાસ છે તેમાં ખૂબ મોટાપાએ શંકા અને પ્રશ્નો ઊભા કર્યા હતા અને તે પછી કોડી સમાજના આગેવાનોએ ગુજરાત સરકાર સમક્ષ ડીઆઈજી રેન્કના ઓફિસરની તપાસ માંગી હતી અથવા તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી તે પછી મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આજે રજૂઆત થઈ તેના ત્રણ જ કલાકની અંદર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવા માટે આદેશ આપ્યો હતો પરંતુ હજી પણ ઘણા કોળી સમાજના જે આગેવાનો છે તેઓ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની કામ ટીમની કામગીરીને લઈને પ્રશ્નો ઊભા કરી રહ્યા છે
તો એસઆઈટી દ્વારા આ આઠે આરોપીઓને આજે ભાવનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોટે હવે આ તમામ આરોપીઓને ભાવનગરની જેલના હવાલે કરવાનો આદેશ આપ્યો છે. નવનીત બાલધ્યા પર જે હુમલો થયો તેના લીધે ગુજરાતના રાજકારણમાં બરાબરનો ગરમાવ આવી ગયો છે કેમ કે જે કોળી સમાજ છે એ સૌરાષ્ટ્રમાં 20 થી 25 વિધાનસભાની બેઠકોપર નિર્ણાયક બને છે
અને જેના કારણે પછી ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કરવાની શરૂઆત કરવી પડી હતી અને આ ડેમેજ કંટ્રોલના ભાગરૂપે સરકાર દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. પરંતુ તે પછી સરકાર દ્વારા પણ ઘણા એક્શન લેવામાં આવ્યા છે જેમ કે ભાવનગરના ડીવાયએસપી રીમા ઝાલા પાસેથી મહુવાનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે
અને આ પછી જે બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈડીવી ડાંગર છે તેમને પણ રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા અને આ પછી બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈડીવી ડાંગરને રજા પર ઉતારી દેવામાં આવ્યા હતાઅને હવે સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કર્યું છે અને આ કેસમાં હાલમાં તો તપાસ ચાલુ જ છે તો સમાચારોમાં અત્યારે બસ