બોલિવૂડ સિંગર બાદશાહ પર લટકી ધરપકડની તલવાર; કાનૂની મુસીબતમાં ફસાયો સિંગર. બેડ બોય બાદશાહ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર; જેલ જવાના ડરથી દેશ છોડી ભાગવાની તૈયારીમાં બાદશાહ. સિંગરની ધરપકડ માટે અલગ-અલગ જગ્યાએ પોલીસના દરોડા.બોલિવૂડ સિંગર બાદશાહ અત્યારે કાનૂની મુસીબતોને કારણે સુરખીઓમાં છે. બાદશાહના નવા ગીત ‘ટટેટરી’એ સિંગરની મુશ્કેલીઓ વધારી દીધી છે અને સ્થિતિ એવી છે કે
ગમે ત્યારે બાદશાહની ધરપકડ થઈ શકે છે. તો કેમ એક ગીતને કારણે બાદશાહ ફસાયો છે? શું છે આ આખો મામલો? ચાલો વિગતવાર જાણીએ.જણાવી દઈએ કે બાદશાહનું નવું ગીત ‘ટટેટરી’ થોડા દિવસ પહેલા રિલીઝ થયું હતું, જેમાં હરિયાણાની સ્કૂલની છોકરીઓને બતાવવામાં આવી છે. આ ગીતના આપત્તિજનક અને અશ્લીલ લિરિક્સે વિવાદ ઊભો કર્યો છે. હરિયાણા મહિલા આયોગે રેપરને સમન્સ પાઠવ્યું છે.
આયોગનો આરોપ છે કે ગંદા શબ્દોની સાથે મહિલાઓ અને સગીર છોકરીઓને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. એફઆઈઆરમાં ગંદા શબ્દો, અશ્લીલ ઈશારા અને યુવાનોને ખોટા રસ્તે વાળવા તેમજ સમાજ પર તેની ખરાબ અસર પડવાનો ઉલ્લેખ કરાયો છે.ફરિયાદમાં બાદશાહના ગીતની લાઇન ‘આયા બાદશાહ ડોલી ચઢાને ઇન સબ કી ઘોડી બનાને’ પર ખાસ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, ગીતમાં હરિયાણાના જીંદ ડેપોની રોડવેઝ બસમાં સ્કૂલ ડ્રેસ પહેરેલી સગીર બાળકીઓને ડાન્સ કરતી અને સ્કૂલ બેગ ફેંકતી બતાવી છે, જે સંસ્કૃતિની વિરુદ્ધ છે.
૧૩ માર્ચના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે બાદશાહને પાણીપતમાં સુનાવણી માટે બોલાવવામાં આવ્યો છે. વધતા વિવાદને જોતા YouTube પરથી અત્યારે આ વીડિયો હટાવી દેવામાં આવ્યો છે અને પંચકુલા પોલીસે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ તેને હટાવવાની માંગ કરી છે.હવે આ ગીતે બાદશાહની મુશ્કેલીઓ વધારી દીધી છે
અને અલગ-અલગ રાજ્યોની પોલીસ તપાસ કરી રહી છે જેથી બાદશાહ દેશ છોડીને ભાગી ન જાય. સિંગર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ ગીત ૧ માર્ચના રોજ રિલીઝ થયું હતું અને તેને ૪.૩ મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા હતા. હવે સવાલ એ પણ છે કે ગીતમાં જે બસનો ઉપયોગ કરાયો છે તેની પરવાનગી લેવામાં આવી હતી કે નહીં. હવે જોવાનું એ રહેશે કે બાદશાહ ૧૩ માર્ચે હાજર થાય છે કે પછી પોતાની મુશ્કેલીઓ વધુ વધારે છે.