બી પ્રાકએ શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર મેસેજ શેર કરીને આ ખુશખબર આપી. પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે તેના પુત્રનો જન્મ 1 ડિસેમ્બર 2025 ના રોજ થયો છે. તેણે લખ્યું કે આ ખુશીની પળમાં આખો પરિવાર ખૂબ ખુશ છે.
બી પ્રાક અને તેની પત્ની મીરાએ પોતાના મેસેજમાં એ પણ કહ્યું કે તેમના પુત્રનો જન્મ ભગવાનની કૃપાથી થયો છે અને તેનાથી તેમના જીવનમાં એક નવી શરૂઆત થઈ છે. સાથે જ તેણે પોતાના પુત્રનું નામ પણ જણાવ્યું. કપલે પુત્રનું નામ દ્વિજ બચ્ચન રાખ્યું. તેમણે જણાવ્યું કે આ નામનો અર્થ છે “ફરી જન્મ”, એટલે કે જીવનમાં એક નવો અને સારો તબક્કો.
બી પ્રાક અને મીરા બચ્ચનના લગ્ન વર્ષ 2019માં થયા હતા. તેના પછીના વર્ષે તેઓ પહેલીવાર પુત્રના માતા-પિતા બન્યા. વર્ષ 2022માં તેમના ઘરે બીજા પુત્રનો જન્મ થવાનો હતો, પરંતુ તે બાળકનું 10 જૂને જન્મ સમયે જ નિધન થઈ ગયું હતું. સિંગરે પોતાના તે નવજાત પુત્રનું નામ ‘ફઝા’ રાખ્યું હતું.
પ્રતીક બચ્ચન ઉર્ફે બી પ્રાક પંજાબી અને હિન્દી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના જાણીતા સિંગર છે, જેમણે મન ભર્ર્યા, બેશરમ રંગ, રાતા લંબિયાં અને ફિલહાલ જેવા અનેક હિટ ગીતો આપ્યા છે.