બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અસરાનીનું નિધન થયું છે. તેમણે દિવાળીના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા. અસરાની ૮૪ વર્ષના હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. પંકજ ધીરનું થોડા દિવસ પહેલા જ કેન્સરથી અવસાન થયું હતું.
પંકજ ધીરના અવસાન બાદ, બોલિવૂડમાં શોકની લહેર ફરી વળી છે. પ્રખ્યાત અભિનેતા અસરાનીનું ૮૪ વર્ષની વયે દિવાળીના રોજ અવસાન થયું છે. તેઓ ઘણા દિવસોથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા. ૨૦ ઓક્ટોબર, સોમવારના રોજ સાંજે ૪ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા.
૨૦ ઓક્ટોબર, સોમવારના રોજ સાંજે ૪ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા.અસરાનીનું અવસાનપ્રખ્યાત અભિનેતા અસરાનીનું નિધન, દિવાળીના દિવસે લીધા અંતિમ શ્વાસ, હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.મેનેજરે અસરાનીના મૃત્યુ અને બીમારીનું કારણ જાહેર કર્યુંએવું કહેવામાં આવી રહ્યું છે કે અસરાનીને ફેફસાંની તકલીફ હતી અને તેઓ છેલ્લા ચાર દિવસથી આરોગ્ય નિધિ હોસ્પિટલમાં દાખલ હતા. મેનેજર બાબુ ભાઈએ દૈનિક ભાસ્કર સાથેની વાતચીતમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. મેનેજરે જણાવ્યું હતું કે અસરાનીને ચાર દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની છાતીમાં પ્રવાહી હતું.
અસરાનીના મૃત્યુના સમાચાર આવ્યાના થોડા કલાકો પહેલા, તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં અભિનેતાએ બધાને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. અને થોડા કલાકો પછી, તેમનું મૃત્યુ એક મોટો આઘાત સમાન હતું.