અરબાઝ ખાન હાલ પિતૃત્વની મુસાફરીને એન્જોય કરી રહ્યા છે. નવા વર્ષની ખુશખબર પર અરબાઝ અને સૂરાએ પોતાની નાની દીકરીની ઝલક ફેન્સને બતાવી છે. આ વખતે અરબાઝે નવા વર્ષની ઉજવણી પોતાની દીકરી સિપારા અને પત્ની સૂરા સાથે દુબઈમાં કરી.
તેમણે દુબઈ વેકેશનની કેટલીક યાદગાર તસવીરો શેર કરી છે.પહેલી તસવીરમાં અરબાઝ ખાન શર્ટલેસ નજરે પડે છે. તેમના ખભા પર ઉર્દૂમાં પત્ની સૂરાના નામનું ટેટૂ બનાવેલું જોવા મળે છે. તેઓ પોતાના ખભા પર ઉર્દૂમાં લખાયેલ સૂરા નામને ફ્લોન્ટ કરતા દેખાઈ રહ્યા છે.
બીજી તસવીરમાં અરબાઝ પોતાની લેડી લવ સૂરાની બાહોમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. બંને એકબીજાની આંખોમાં ખોવાયેલા નજરે પડે છે.
તેમની ઝળહળતી કેમિસ્ટ્રી જોઈ ફેન્સ મંત્રમુગ્ધ થઈ ગયા છે.એક તસવીરમાં અરબાઝ અને સૂરા પોતાની પ્રિન્સેસ સિપારાનો નાનો હાથ પકડીને દેખાય છે. કપલની દીકરીની ઝલક જોઈ ફેન્સ ખુશીથી ગદગદ થઈ ગયા છે. અરબાઝ અને સૂરાની નવી તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.