Cli

અરબી સમુદ્રમાં બનશે સિસ્ટમ, ગુજરાતમાં વરસાદ પડશે?

Uncategorized

નવરાત્રિના તહેવારો દરમિયાન અને એ બાદ થોડા દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો.જોકે, હવે પાછલા અમુક દિવસથી રાજ્યમાં ક્યાંય નોંધપાત્ર વરસાદ પડ્યો નથી.

મોટા ભાગનાં ક્ષેત્રોમાં વાતાવરણ શુષ્ક જ રહેવા પામ્યું છે. જોકે, રાત્રે કેટલીક જગ્યાએ અનુભવાયેલી ફૂલ ગુલાબી ઠંડીને કારણે રાજ્યમાં શિયાળાના આગમનના એંધાણ જરૂર આપ્યા છે.ભલે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું હોય પણ આ વર્ષે દિવાળી પર વરસાદની શક્યતાઓને અવગણી શકાય નહીં.આજના હવામાનના વીડિયોમાં જુઓ કે હિંદ મહાસાગરમાં નવી સર્જાઈ રહેલી સિસ્ટમના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવશે કે નહીં? શું આગામી દિવસોમાં તેની કોઈ અસર રાજ્યના વાતાવરણ પર પડશે ખરી?

આ સિસ્ટમ અરબી સમુદ્રમાં બનશે અને અરબી સમુદ્રમાં આ સિસ્ટમ બનવાથી તેની અસર ઘણા બધા રાજ્યોની થશે. કેરળ ગોવા કર્ણાટક વગેરે વિસ્તારોમાં આ સિસ્ટમનું વરસાદ થવાની શક્યતા છે આ સિસ્ટમની અસર ગુજરાતમાં પણ થવાની છે.

આમ તો સમગ્ર ભારતભરમાં ચોમાસા એ વિદાય લઈ લીધી છે ગુજરાતમાં પણ 10 ઓક્ટોબરથી ચોમાસા એ વિદાય લઈ લીધી છે. કેમ છતાં પણ જ્યારે જ્યારે સિસ્ટમો બનતી હોય છે અરબી સમુદ્રમાં સિસ્ટમ બને કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને ત્યારે વરસાદનું ઝાપટા થઈ શકે છે.

આ સિસ્ટમ 16 તારીખે બની જશે અને તેની અસર 17 તારીખ થી 20 તારીખ સુધી રહેશે એટલે કે 17 થી 20 ની આજુબાજુ વરસાદની સંભાવનાઓ છે ગુજરાતના સૌરાષ્ટ્ર વિભાગમાં અને તળ ગુજરાત વિભાગમાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *