કચ્ચા બાદામ એક્ટ્રેસ અંજલિ અરોરા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મેરઠથી તેના બોયફ્રેન્ડ આકાશ સનસનવાલની પોલીસે ધરપકડ કરી છે અને તે હાલ સલાખોની પાછળ પહોંચ્યો છે. લગ્ન પહેલાં જ અંજલિની ખુશીઓને કોઈની બૂરી નજર લાગી હોય તેમ લાગી રહ્યું છે. આકાશ પર છેતરપિંડીના આરોપ લાગ્યા છે અને પોલીસે તેને ઝડપ્યો છે. સમગ્ર મામલાની સચ્ચાઈ સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠશે.
કચ્ચા બાદામ ગર્લ તરીકે જાણીતી સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર અને એક્ટ્રેસ અંજલિ અરોરા આ સમયે ચર્ચામાં છે અને તેનું કારણ છે તેના બોયફ્રેન્ડ આકાશ સનસનવાલની અચાનક થયેલી ધરપકડ. મળતી માહિતી મુજબ મેરઠમાંથી આકાશને પોલીસે પકડીને જેલ ભેગો કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે અંજલિ અરોરાના મંગેતર આકાશ સહિત પાંચ યુવકોને કાશી ટોલ પ્લાઝા પરથી ધરપકડ કરવામાં આવી છે.
માહિતી અનુસાર આ તમામ યુવકો પોતાની લક્ઝરી કાર પર ધારાસભ્ય અને સાંસદના નકલી સ્ટિકર લગાવીને ફરી રહ્યા હતા. ચેકિંગ દરમિયાન પોલીસને શંકા જતા તરત જ કાર્યવાહી કરવામાં આવી અને તમામને ધરપકડ કરી તેમની કાર પણ સીઝ કરવામાં આવી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ચેકિંગ દરમિયાન એક આરોપી ભાગવાની કોશિશમાં સફળ થયો હતો પરંતુ મોડીરાત્રે પોલીસે તેને પણ પકડી લીધો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ તમામ આરોપી અલગ અલગ કારમાં સવાર હતા અને દરેક કાર પર નકલી એમપી એમએલએના સ્ટિકર લગાવવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ દ્વારા છેતરપિંડી સહિતની કલમોમાં એફઆઈઆર નોંધાઈ છે અને તમામ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. અંજલિ અરોરાના બોયફ્રેન્ડ સહિત ચાર લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.બોયફ્રેન્ડની ધરપકડ બાદ અંજલિ ખૂબ જ ઘભરાયેલી અને પરેશાન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આકાશને છોડાવવા માટે અંજલિ મોટા નેતાઓ પાસે ભલામણ કરી રહી છે અને કોઈ પણ રીતે તેના થનારા જીવનસાથીને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.
26 જાન્યુઆરીના રોજ આકાશ અને તેના સાથીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યાં રિમાન્ડ અને આગળની તપાસ અંગે નિર્ણય લેવાશે.લાંબા સમયથી અંજલિ અરોરા અને આકાશ સનસનવાલના લગ્નની ચર્ચાઓ ચાલી રહી હતી. કહેવામાં આવતું હતું કે વર્ષોની ડેટિંગ બાદ બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. પરંતુ લગ્નની ખુશીઓ વચ્ચે આકાશની ધરપકડથી અંજલિ અને તેના પરિવાર પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો છે. હવે સૌની નજર એ પર છે કે આ મામલે અંજલિ કે આકાશ ક્યારે સોશિયલ મીડિયા પર આવી પોતાનો પક્ષ રજૂ કરે છે.બ્યુરો રિપોર્ટ ઈ2