Cli

ઉછળતા દેડકાનું વજન થાય પણ પાટીદારો ભેગા ન થાયઃ અનાર પટેલ

Uncategorized

અનાર પટેલે પોતાના સંબોધનની અંદર એવું કીધું કે ઉછળતા દેડકા હોય તો એનું વજન કરવું શક્ય છે પરંતુ પાટીદાર સમાજને એકજૂટ કરવો એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 21 જાન્યુઆરી 2026 ના દિવસે નવ વર્ષ પૂરા થયા અને ખોડલધામ સંગઠન કન્વીનર મીટનું આયોજન થયું ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મહત્વની જાહેરાત કરી

અને અનાર પટેલને ખોડલધામ સંગઠનના પ્રમુખ બનાવવામાં આવ્યા એટલે પહેલી વખત અનાર પટેલે પોતાનું સંબોધન પણ કર્યું તો એમણે જે વાત કરી છે એનો શું અર્થ નીકળી શકે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછેટોમ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલને ખોડલધામ સંગઠનના પ્રમુખ બનાવવામાં આવ્યા અને એમણે પોતાનું પહેલું સંબોધન કર્યું એમાં એમનો જે મોટે ભાગનો જે સાર છે એ પાટીદાર સમાજની એકતા ઉપર છે એમણે એકતા ઉપર ખાસ ભાર મૂક્યો અને એક એવી વાત કરી કે જે સાંભળીને ઘણા બધા લોકો હસી બી પડ્યા અનાર પટેલે પોતાના સંબોધનની અંદર એવું કીધું કે ઉછળતા દેડકા હોય તો એનું વજન કરવું શક્ય છે પરંતુ પરંતુ પાટીદાર સમાજને એકજૂટ કરવો એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે

પણ નરેશ પટેલે આ કરીને બતાવ્યું છે હવે આ અનાર પટેલે જે વાત કરી એના ઉપરથી એવું કહી શકાય કે પાટીદાર સમાજ વિશે ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલે છે કે સમાજ તૂટી રહ્યો છે સમાજ વિખેરાઈ રહ્યો છે સમાજમાં ભાગલા પડી ગયા છે વોટ બેંક બી વિખેરા લાઈ ગઈ છે તો આ એક એની ઉપર એમનું અનાર પટેલનું નિશાન છે કારણ કે ભાજપના નેતા વરુણ પટેલે હમણાં થોડા દિવસ પહેલા જ એવું કીધેલું હતું

કે જો સવર્ણોને અનામત નહીં આપવામાં આવે તો પાટીદાર સમાજનું રાજકારણ ખતમ થઈ જશે. એ પહેલા હમણાં થોડાક દિવસ પહેલા રાજકોટના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ સુરતના એક પાટીદાર સમાજના કાર્યક્રમમાં એવું કીધું હતું કે પાટીદાર સમાજ બહુ જ પાછળ પડી ગયો છે એક જમાનો હતો કે બીજા બધા લોકો પાટીદાર સમાજને ફોલો કરતા હતા પરંતુ આજે બીજા સમાજ આગળ નીકળી ગયા અને આ આપણો સમાજ પાછળ રહી ગયો તો આ એમનું એક નિશાન છે કે જે સમાજના લોકો વાત કરી રહ્યા છે

પાટીદાર સમાજની એકતા વિશે તો આ એક નિશાન છે કે ભાઈ પાટીદાર સમાજે એક થવું જ પડશે એમણે કીધું કે પાટીદાર સમાજની પાસે બધું જ છે. સંપત્તિ છે પ્રતિષ્ઠા છે સમાજની રીતના બધું જોરદાર છે પણ એમ છતાં પાટીદાર સમાજ એક નથી. હવે એમણે એવું કીધું કે નરેશ પટેલે મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ હું ડગવા નહીં દઉં અને આ એક સામાન્ય પદ નથી પરંતુ એક મોટી જવાબદારી છે હવે આ જે ખોડલધામ સંગઠનના પ્રમુખ અનારબેન પટેલને બનાવવામાં આવ્યા એ પહેલા બી ખોડલધામ સંગઠનની અંદર પ્રમુખ આવતા જતા હતા પરંતુ એમની ચર્ચા ની થતી હતી હમણાં છેલ્લા જે પ્રમુખ હતા આશાબેન કોટડિયા તો આ ખોડેલદન સંગઠન વિશે એટલી બધી ચર્ચા નહોતી થતી પરંતુ હવે આનંદીબેન પટેલના દીકરી હોવાને કારણે અનાર પટેલની જબરજસ્ત ચર્ચા શરૂ થઈ અને એના માટે થઈને આ પદ છે એ એકદમ મોટું થઈ ગયું એટલે અનાર પટેલે પોતે એવું કીધું કે આ એક સામાન્ય પદ નથી અને આ એક મોટી જવાબદારી છે અને નરેશ પટેલે જે મારી પર વિશ્વાસ મૂક્યો છે

એને હું ઢગ લગવા નહી દઉ બીજી વાત એમણે એ કરી કે નરેશ પટેલ માં ખોડલની શક્તિ અને એકતાની ભક્તિ સાથે ખોડલધામની સ્થાપના કરી છે અને સમાજને એકજૂટ કરવાનો સંદેશો એમણે આપ્યો છે અને નરેશ પટેલે આ કામ કર્યું બી છે ઘણે બધે અંશે કે સમાજના લોકો આ ભેગા થઈ શક્યા છે ભરાર પટેલે કીધું કે જો આપણે સંગઠિત નહી રહીશું તો ઇતિહાસ નહીં રચી શકીએ એટલે આપણે આપણે સંગથી થવું પડશે જો આપણે ઇતિહાસ રચવો હશે તો બીજું એમણે એવું કીધું કે મતભેદો ચાલી શકે ચર્ચા વિવાદ થઈ શકે પરંતુ મનભેદ ક્યારેય પણ નહીં હોવા જોઈએ અને આંતરિક વિખવાદને કારણે સમાજ નબડો બને છે

એવી વાત એમણે કરી અનાર પટેલનો સ્પષ્ટ સંદેશો છે કે હવે પાટીદાર સમાજે એ એક થવું જ પડશે જો ઇતિહાસ બનાવવો હશે તો કારણ કે જે વિખેરાયેલો છે એ સમાજને ભેગો કરવાનો છે અને એ કામ હવે અનાર પટેલને સોપવામાં આવ્યું છે તો અનાર પટેલ આ કામ સારી રીતના કરી શકશે કારણ કે એમની પાસે સંગઠન શક્તિ છે અને આનંદીબેન પટેલ જેવી માતાનો અનુભવ છે બીજી વાત અનાર પટેલે એ કીધી કે હમણાં એ બી ચર્ચા છે કે ભાઈ કેટલાક પટેલ સમાજના લોકો વૃદ્ધ માતા પિતાને વૃદ્ધા સમમાં મોકલી આપે છે તો

આ બાબતે પણ એમણે એવું કીધું કે જો વૃદ્ધ માતા પિતાને આપણે વૃદ્ધાશ્રમમાં મોકલીએ એ સારી વાત નથી વૃદ્ધાશ્રમમાં નહીં મોકલવા પડે એ આપણી સંયુક્ત જવાબદારી છે એટલે વૃદ્ધ લોકોને પણ એક સંવેદનશીલ વાત અનાર પટેલે મેસેજ આપી દીધો કે ભાઈ સમાજના જે વૃદ્ધ લોકો છે એ એકલા નથી સમાજ એમની સાથે છે એવો સંદેશો પણ એમણે ને આપી દીધો અને છેલ્લે એમણે એવું કીધું કે નરેશ પટેલને ટેકો આપજો ટીકા નહીં કરતા તો હમણાં પાટીદાર સમાજમાં અને ખાસ કરીને ખોડલધામ ટ્રસ્ટની અંદર એવી ચર્ચાઓ ચાલતી હતી કે એક સામે એક આખી ગેંગ ઊભી થઈ ગઈ છે અને ગેંગ છે એ નરેશ પટેલને પાડવાની કોશિશ કરી રહી છે તો અનાર પટેલનો આ પણ એક મેસેજ છે કે હું નરેશ પટેલની સાથે છું નરેશ પટેલને ટેકો આપું છું એટલે જે ટીકાકારો છે એમના એમના મોઢા આપો આપ બંધ થઈ જશે એવો પણ આ એક મેસેજ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્કયુ વેરી મચ [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *