Cli
દેવાયત ખાવડ અને બ્રીજદાન ગઢવી વચ્ચે સુખદ સમાધાન, દેવાયત ખાવડે સોનલ માના મઢડે માફી માગી વિવાદનો અંત લાવ્યો...

દેવાયત ખાવડ અને બ્રીજદાન ગઢવી વચ્ચે સુખદ સમાધાન, દેવાયત ખાવડે સોનલ માના મઢડે માફી માગી વિવાદનો અંત લાવ્યો…

Breaking

થોડા સમયથી ગુજરાતી લોકસાહિત્યકાર દેવાયતભાઈ ખાવડ અને ઈશુદાન ગઢવી ના પુત્ર બ્રીજદાન ગઢવી વચ્ચે એક વિડીયોથી વિવાદ થયો હતો જે વિડિયોમાં બ્રિજદાન ગઢવી બોલ્યા હતાકે જે દિવસે આ બ્રિજદાન ગઢવીએ માફી માગવી પડશે એ દિવસથી હું કોઈ દિવસ સ્ટેજ ફ પર નહીં ચડુ.

ઈશુદાન ગઢવી નું લોહી છે અને બોલાઈ ગયું હોય તો બોલાયુ પછી કહી દેવાનું થાય કરી લેજો બાકી આ સ્ટેજ ઉપર ચડીને મર્દંગીની વાતો કરવી અને પછી જેતે લોકોની જેમ ઉતરીને પગ પકડવા માફી માંગુ એ અમારું કામ નથી એ મારા લોહીમાં નથી અમે ચારણના દીકરા છીએ બ્રિજદાન ગઢવીના સ્ટેજ.

પરના આ વિડીયો બાદ દેવાયત ખાવડે સ્ટેજ પરથી આ વાતને પકડીને કહ્યુંકે જે લોકો હમણાંથી સ્ટેજ પર ચડીને માફીની વાત કરે છે અને જે લોકો હું આનું લોહી છું ફલાણા નું સંતાનછું તો ભાઈ મર્દાનગી એતો મેદાને ઘા થાય પછી ખબર પડે લોહીની સાબિતી ના હોય સાબિત તો માયકાંગલે કરવું પડે.

આ બંનેનો એકબીજાને ટાર્ગેટ કરતો વિડિયો ખુબ વાયરલ થયો હતો જેનાથી બંને કલાકારોના સમર્થકો એકબીજા પર કમેન્ટ આપી રહ્યા હતા તેના વચ્ચે તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં સોનબાઈને મઢડે દેવાયતભાઈ ખાવડ બ્રિજદાન ગઢવી અને વડીલો સાથે દેખાયા.

દેવાયતભાઈ ખાવડે જણાવતા કહ્યું સમગ્ર ચારણ સમાજ બ્રીજદાન ભાઈ અને સમર્થકોને પોતાની કોઈ વાત થી ખોટું લાગ્યું હોય તો માફ કરજો એમ કહેતા માફી માંગે છે ત્યારે તેના બાદ ઈશુદાન ગઢવી પણ કહે છેકે મેં દેવાયત ભાઈ પણ આક્ષેપો નહોતા કર્યા દેવાયત ખાવડ થી વર્ષો થી સબંધ છે.

અને કાઠી ક્ષત્રિયો અને ચારણો વચ્ચે ખુબ સરસ સબંધો છે એવું જણાવ્યુ હતુ અને આ વિવાદને અહીં મૂકી દેવા જણાવ્યું હતું સાથે કોઈપણ લોકો આ વાત પર કોઈ ટીકા કે સદેહં ના કરે અમે ભાઈઓ છીએ અને માતાજી ના સાનિધ્ય માં ભેગા થયા છીએ એમ જણાવી વિડીઓ લોકોની વચ્ચે મુક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *