કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષના અવસર પર બુધવારે ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સહકારિતા ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓ અને અન્ય સહકારી કાર્યકર્તાઓ સાથે ‘સહકાર સંવાદ’ કર્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વવાળી સરકારમાં સહકારી ક્ષેત્ર મહિલાઓને આત્મનિર્ભર કરવા મજબૂત માધ્યમ બન્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહકાર-સંવાદ કાર્યક્રમમાં બનાસકાંઠાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે બનાસકાંઠાના લોકોને અઠવાડિયામાં ખાલી એક વાર નહાવા માટે પાણી મળતું હતું. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના લોકોને આ વાતનો અંદાજ નહીં હોય, પણ બનાસકાંઠા અને કચ્છ ગુજરાતના સૌથી વધારે પાણીની કમીવાળા જિલ્લા હતા. આજે, એક પરિવાર ખાલી દૂધ ઉત્પાદનથી વર્ષે 1 કરોડ કમાય છે. આ બહુ મોટું પરિવર્તન છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહકાર સંવાદ કાર્યક્રમમાં કહ્યું કે, મેં નિર્ણય લીધો છે કે, રિટાયરમેન્ટ બાદ, હું મારું બાકીનું જીવન વેદો, ઉપનિષદો અને પ્રાકૃતિક ખેતીના અધ્યયન માટે સમર્પિત કરીશ. પ્રાકૃતિક ખેતી એક વૈજ્ઞાનિક પ્રયોગ છે, જેના અનેકો લાભ છે. રાસાયણિક ખાતરથી ઉગાડેલા ઘઉંથી કેટલીય સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થાય છે. પ્રાકૃતિક ખેતી ન ફક્ત શરીરને રોગમુક્ત રાખવામાં મદદ કરે છે, પણ કૃષિ ઉત્પાદન પણ વધારે છે.
અમિત શાહે આગળ કહ્યું કે, સહકારિતા મંત્રાલય પીએમ મોદીના સહકાર સે સમૃદ્ધિના વિઝન અનુસાર, ખેડૂતોને સશક્ત બનાવીને ગ્રામીણ અર્થવ્યવસ્થા સાથે દેશની અર્થવ્યવસ્થાને મજબૂતી આપી રહ્યું છે. સહકાર સંવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકોના સવાલોના જવાબ પણ આપ્યા હતા.
અમિત શાહે એક પ્રતિભાગીના સવાલનો જવાબ આપતા કહ્યું કે, અમે પ્રાથમિક કૃષિ સહકારી સમિતિઓ માટે લગભગ 25 નાના વ્યવસાય મોડલની ઓળખ કરી છે. તમામ પીએસીએસને વિવિધ ગતિવિધિઓ સાથે જોડીને તેમને સમૃદ્ધ બનાવવાની દિશામાં કામ કરવું જોઈએ.