-83 વર્ષના અમિતાભ બચ્ચનને આટલી નસીહત મળશે તે કોઇએ વિચાર્યું પણ નહોતું. મીડિયા અને સોશ્યલ મીડિયામાં સક્રિય રહેતા અમિતાભ બચ્ચન પોતાના લાગણી-જજ્બાતોને સોશ્યલ મીડિયા દ્વારા વારંવાર વ્યક્ત કરતા રહે છે. આજે થોડા કલાકો પહેલાં તેમણે પોતાના બ્લોગમાં એક પોસ્ટ લખી હતી, જે હવે ખુબ ચર્ચામાં છે.
અમિતાભ બચ્ચન Facebook કે Twitter પર કંઈકને કંઈક લખતા રહે છે અને એ જ ક્રમમાં તેમણે થોડા કલાકો પહેલા એક એવી પોસ્ટ શેર કરી જે હવે ચર્ચાનો વિષય બની છે. આ પોસ્ટમાં અમિતાભ લખે છે કે – ગમ વીતી ગયા, ખુશી આવી જાય બસ એટલી જ કામના.અમિતાભ બચ્ચનની આ પોસ્ટ પર લોકોનો પ્રતિભાવ આવવા લાગ્યો.
ઘણા લોકોને તેમની વખાણ કર્યા, તો ઘણા લોકોએ તેમને નસીહત પણ આપી દીધી. એમાં જ એક નામ હતું લલિત શર્માનું. લલિત શર્માએ સીધો જ અમિતાભને લખ્યું – પૌત્રી અને વહુને ઘરે લાવો, ત્યારે જ ખુશી મળશે, જયાની ઓછી સાંભળો. આ રિપ્લાય એટલું ચર્ચામાં છે કારણ કે પહેલાથી જ એવી અફવાઓ ચાલી રહી હતી કે અમિતાભ અને તેમની વહુ ઐશ્વર્યાના સંબંધોમાં તણાવ છે
અને થોડા મહિના પહેલાં તો એવી ખબરો પણ આવી હતી કે ઐશ્વર્યાએ સસરાનું ઘર પણ છોડી દીધું છે.આવા તમામ દાવા-અટકળોમાં ઘણીવાર ઐશ્વર્યાનો આવજો થતો પણ જોવા મળ્યો હતો, પરંતુ બચ્ચન પરિવારમાંથી કોઈએપણ આ બાબતે ક્યારેય સ્પષ્ટતા કરી નહોતી. હવે અમિતાભની આ નવી પોસ્ટને લઈને સોશ્યલ મીડિયા પર ફરીથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આ પોસ્ટ પર બીજા ઘણા કોમેન્ટ્સ પણ આવ્યા. કોઈએ પૂછ્યું – તમને શું પરેશાની છે? પરેશાની તો સામાન્ય લોકોને હોય છે. તો કોઈએ લખ્યું – સર, તમને કોઈ દુઃખ થયું છે શું?પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચનાર કોમેન્ટ લલિત શર્માનું હતું – જયા ની ઓછી સાંભળો અને પૌત્રી-વહુને ઘરે લાવો. આ વાત ફરીથી ચર્ચાનો મુદ્દો બની ગઈ છે.લોકો એવી પણ ચર્ચા કરે છે કે ઐશ્વર્યાનું સાસુ-નણંદ સાથે ખાસ જમતું નથી અને એ જ તણાવને કારણે ઐશ્વર્યાએ બચ્ચનનું ઘર છોડી દીધું હતું.
હંમેશાં કરતાં ઐશ્વર્યા પરિવારથી થોડું દૂર દેખાય છે એવો પણ લોકોનો મત છે.આ આખી વાત પર તમારું શું મંતવ્ય છે? શું ખરેખર બચ્ચન પરિવારમાં ઐશ્વર્યાને લઈને આવી સ્થિતિ ઉભી થઈ છે?