[સંગીત]બોલીવુડ એક્ટર અને હેમેન ધર્મેન્દ્ર વિશેની ખબરોએ દરેકને વ્યાકુળ કરી દીધા છે. એક તરફ પરિવાર તો બીજી તરફ ચાહકો પણ ભાવુક બની ગયા છે. એ વચ્ચે ધર્મેન્દ્રના સૌથી નજીકના મિત્રોમાંથી એક અમિતાભ બચ્ચન પણ સ્તબ્ધ થઈ ગયા છે.અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી,
જેના પરથી લોકો તેમના દુઃખની ઊંડાણને સમજી ગયા હતા. અમિતાભ બચ્ચન તેમના ‘X’ હેન્ડલ પર સતત પોસ્ટ કરતા રહે છે. તેઓ ઘણી વાર અતરંગી પોસ્ટથી પણ લોકોનું ધ્યાન ખેંચે છે. પરંતુ આજે તેમની પોસ્ટ લોકોએ ઝંઝોડી નાંખી છે.તેમણે ફક્ત T 5561 લખીને પોસ્ટ મૂકી હતી.
ત્યારથી જ યુઝર્સને આભાસ થયો કે આ પોસ્ટ તેમણે ધર્મેન્દ્ર માટે દુઃખ વ્યક્ત કરવા માટે મૂકી છે.હકીકતમાં આ સંખ્યા તેમના X (પૂર્વ Twitter) પરની પોસ્ટ નંબર છે — એટલે કે T એટલે Twitter અને 5561 એટલે તેમની 5561મી પોસ્ટ. પરંતુ આ પોસ્ટમાં શબ્દોના બદલે ખાલીપો હતો —
જે ઘણું કહી ગયો.આ પોસ્ટ પર ફેન્સે અનેક કોમેન્ટ્સ કર્યા.એક યુઝરે લખ્યું — “સાઇલન્સ ફૉર વિરુ.”બીજાએ લખ્યું — “ખાલીપણું પણ બધું કહી જાય છે જી.”તો કેટલાકે “જય-વીરુ” વાળા GIF પણ શેર કર્યા.એક યુઝરે લખ્યું — “હિન્દી સિનેમાનો એક અધ્યાય પૂરો થયો.”તમે આ પોસ્ટ વિશે શું વિચારો છો?તમારું મંતવ્ય નીચે કોમેન્ટ સેકશનમાં જરૂર જણાવજો.તે પહેલાં વીડિયો લાઈક અને શેર કરવાનું, તેમજ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.[સંગીત][સંગીત]