અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક કહેવામાં આવે છે એટલા માટે કહેવામાં આવેછે કે એમણે પેઢી દર પેઢી લોકોનું મનોરંજન પૂરું પડ્યું છે અને સારી લોકપ્રિયતા પણ મેળવી છે અમિતાભે આ મુકામે પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે જેમને આ સંઘર્ષ બાદ ઈન્ડસ્ટ્રીઝમાં એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે.
પરંતુ મિત્રો તમે નહીં જાણતા હોવ અમિતાભ બચ્ચનું સપનું અભિનેતા બનવાનું ન હતું તેઓ કંઈક અલગ બનવા માંગતા હતા પણ એમનું સપનું પૂરું ના થઈ શક્યું આ વાત અમિતાભે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહી હતી તમને જણાવી દઈએ કે અમિતાભના પિતા હરિવંશ રાય બચ્ચન એક કવિ હતા જેમની કવિતાઓ આજ પણ જાણીતી છે.
અમિતાભ અભિનેતા નહીં પણ પાયલટ બનવા માંગતા હતા આ વાતનો ખુલાસો ખુદ અમીતાભે કર્યો હતો અમિતાભની માતા તેજી નહોતા ઇચ્છતા કે અમિતાભ પાયલોટ બને એની પાછળ માતા તેજીને એક કારણ હતું એમને એવું હતુંકે અમિતાભના પગ બહુ લાંબા છે એટલે તેના કારણે ભવિષ્યમાં પ્રોબ્લેમ થશે.
આ વાતનો ખુલાસો અમિતાભે એમના શો કોન બનેગા કરોડપતિ દરમિયાન કર્યો હતો અમિતાભે જણાવ્યું હતું કે માતા તેજી એવું વિચારતા હતા કે મારા પગ લાંબાછે તો તેઓ વિમાન કઈ રીતે ઉડાવશે જેના લીધે સપનું અધૂરુંજ રહી ગયું પરિવારની ના પાડવાને કારણે અમિતાભે એમની જીદ છોડી દીધી અને તેઓ ફિલ્મી લાઈનમાં આવી ગયા.