Cli

અમદાવાદના PI હસમુખ પટેલે એક ગુનેગારને પકડવા મહિલા પોલીસની મદદ લીધી આ રીતે…

Uncategorized

તમે આ દ્રશ્યો જોયા તમને થયું હશે આ દ્રશ્યો બહુ સુંદર સોહામણા લાગે છે અને તમને જે લોકો દેખાય છે તમને એવું લાગશે કે આ નસીબદાર લોકો છે કે જેમને અમદાવાદના રિવરફ્રંટ ઉપર પર બેસવાનો ફરવાનો મોકો મળ્યો છે. નમસ્કાર તમે જોઈ રહ્યા છો ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ અને વાજે એક એવી ક્રાઈમ સ્ટોરીની વાત કરવાની છે કે જેમાં પોલીસે પોતે હનીટ્રેપ કરી અને હનીટ્રેપ કરી આરોપીને પકડ્યો છે બહુ રોમાંચક અને જોરદાર પોલીસની કામગીરી છે તેની વાત કરવાનો છું. પોલીસ ગુનેગારને પકડવા માટે અલગ અલગ નુસ્ખા અપનાવતી હોય છે

અને ગુનેગાર કાયમ એવું માનતો હોય છે કેહું પોલીસની પકડની બહાર રહીશ કારણ કે મેં કોઈ પુરાવા છોડ્યા નથી આવો જ એક અમદાવાદનો ગુનેગાર જેની ઉપર 14 ગુના નોંધાયા જેનું નામ તોફીક તોફીક લૂટ કરતો ચેન સ્નેચિંગ કરતો અપહરણ કરતો ધાળ પાડતો ચોરી પણ કરતો પણ પોલીસની પકડની બહાર રહેતો અને આવી જ એક ઘટના ના થોડા સમય પહેલા ઘટી જેમાં તેણે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં એક વ્યક્તિને માર માર્યો હતો. આ મામલે દાણીલીમડા પોલીસે ગુનો નોંધ્યો. સામાન્ય સંજોગોમાં એવું થતું હોય છે કે આ પ્રકારની ઘટનામાં આરોપી મળે તો પણ ઠીક ન મળે તો પણ ઠીક પોલીસમાં એક કહેવત છે હશે તેનું જશેકાયદેસર થશે. પોલીસ મોટાભાગે આ પ્રકારનું કાયદેસર કરતી હોય છે પરંતુ દાણેલીમડાના પોલીસ ઇન્સ્પેક્ટર હસમુખ પટેલે કહ્યું હશે એનું જશે પણ નહીં અને કાયદેસર થશે તોફીકનો તેમણે ચાર્ટ જોયો એટલે કે ઈ ગુજકોપ નામની એક પોલીસની વેબસાઈટ છે જેમાં તોફીક સામે કેટલા ગુના નોંધાયા છે ઇન્સ્પેક્ટર પટેલે તે જોઈ જવાની પોતાના સ્ટાફને સૂચના આપી ઈ ગુજકોપ ઉપર જ્યારે જોવામાં આવ્યું ત્યારે તોફીક સામે 14 જેટલા ગુના નોંધાયા હતા અને બે વખત તે પાસામાં જઈ આવ્યો હતો સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે જેલ એટલે કે સુધારણા કેન્દ્ર છે જ્યાં માણસને એટલામાટે મોકલવામાં આવે છે કે પસ્તાવો થાય પાછો આવે ત્યારે સારો માણસ થઈને આવે પણ આ તોફિક હતો સુધારવાનું નામ શેનું બહાર આવી તેણે પોતાના ધંધા ચાલુ રાખ્યા હતા

ધાણેલીમડા પોલીસ સ્ટેશનની અંદર તોફીક સામે ગુનો નોંધાયો પણ ઇન્સ્પેક્ટર હસમુખ પટેલે નક્કી કર્યું કે આને પાતાળમાંથી પણ શોધી કાઢવો છે અને પોલીસ અને કાયદાની તાકાત શું છે તેને બતાડવી છે પણ તોફીક ચાલાક હતો તોફીક સરળતાથી પકડાય તેમ નહતો તોફીક વિશે જાણકારી મેળવી ત્યારે ખબર પડી કે તોફીક સોશિયલ મીડિયાનો આદિ થઈ ગયો છે આ એક બીમારી છે જેનો શિકાર તમે પણ થઈ શકો છો હું પણ થઈ શકું છું આપણેઅત્યારે કોઈ માણસોને જોઈએ તો હાથમાં મોબાઈલ ફોન લઈને બધા બધા જ બેઠા હોય છે એક જ ઘરમાં ચાર લોકો હોય તો ચારેના હાથમાં મોબાઈલ હોય અને તે સોશિયલ મીડિયા સર્ફિંગ કરતા હોય છે તોફીકની આદત પોલીસ પાસે આવીને પોલીસે નક્કી કર્યું કે તોફીકને પકડવા હવે સોશિયલ મીડિયાનો સહારો લેવો પડશે એટલે ઇન્સ્પેક્ટર હસમુખ પટેલ એક છટકું ગોઠવે છે અને છટકું એવું હતું કે દાણી લીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલોને બોલાવવામાં આવે છે અને એવું કહેવામાં માં આવે છે

કે આજથી તમારે તમારું નામ બદલી નાખવાનું છે તમારું નામ મુસ્લિમરાખવાનું છે અને તમારે એક ફેક આઈડી બનાવવાનું છેઇન્સ્ટાગ્રામ સહિતના તમામ સોશિયલ મીડિયા ઉપર તમારે એક્ટિવ રહેવાનું છે આ મહિલા કોન્સ્ટેબલોએ પોતાના નામ બદલી નાખ્યા મુસ્લિમ નામ ધારણ કરી લીધું અને સોશિયલ મીડિયા ઉપર ફેક આઈડીથી તેઓ એન્ટર થયા એક દિવસ બે દિવસ ત્રણ દિવસ રાહ જોઈ રહ્યા હતા કે તેમની ફ્રેન્ડ રિક્વેસ્ટ કોણ સ્વીકારે છે અને પોલીસને આશા હતી તેવી એક સવાર થઈ જ્યારે પોલીસ શોધી રહી હતી એ પોલીસના ઝાંસામાં તોફીક આવી ગયો આ પોલીસની હની ટ્રેપ હતી તોફીકને તેનો જરા પણ અંદાજ ન આવ્યો સુંદર ચહેરો જોઈને તે થાપ ખઈ ગયો અને તેને એવુંલાગ્યું કે કોઈ સુંદર છોકરી તેને પ્રપોઝ કરી રહી છે મિત્રતા માટે આગળ આવી રહી છે પછી આ મહિલા પોલીસ અને તોફિક વચ્ચે ચેટિંગ શરૂ થાય છે બસ હવે પોલીસ ઈચ્છી રહી હતી કે શિકાર તેના પાંજરામાં આવે તેવું જ તોફીક સાથે થયું તોફીકે આ મહિલા મિત્ર એટલે કે જે પોલીસ હતી તેને કહ્યું કે ચાલ આપણે મળીએ તોફીકના મનમાં ગલગલિયા થઈ રહ્યા હતા કે મેં શિકાર કર્યો છે પણ તેને ખબર નહોતી કે શિકાર ખુદ હવે શિકાર થવાનો છે આ મહિલા કોન્સ્ટેબલે કહ્યું કે ચાલ આપણે મળીએ

રિવરફ્રન્ટ ઉપર મહિલા મુસ્લિમ નામ ધારણ કરીને આવી હતી એટલે મુસ્લિમ જેવો પરિવેશપહેરવો અનિવાર્ય હતો આ દ્રશ્ય પણ તમે જોઈ લો દાણલીમડા પોલીસની બે મહિલા કોન્સ્ટેબલ બુરખો પહેરે છે અને કારમાં સવાર થાય છે કારમાં સવાર થઈ તે રિવર ફ્રન્ટ પહોંચે છે તે તોફિકનો ઇન્તજાર કરી રહી હતી પણ આ મહિલા પોલીસ એકલી નહોતી ત્યાં કોઈક બાઈક ઉપર હતું તો કોઈક સ્કૂટર ઉપર હતું સામાન્ય રીતે આ દ્રશ્ય તમે જુઓ તો એવું લાગે કે અમદાવાદ ના રિવર ફ્રન્ટ ઉપર સાબરમતી નદીના કિનારે લોકો ફરવા આવે છે આ કોઈ પ્રવાસી હશે કોઈક મજા કરવા આવેલા લોકો હશે પણ એ મજા કરવા આવેલા લોકો નહોતા એ સાદા કપડામાં ગોઠવાયેલી પોલીસ હતી આ મહિલા પોલીસનેઆસપાસ પણ મહિલા પોલીસ હતી અને દાણી લીમડા પોલીસનો બીજો સ્ટાફ પણ હતો બસ સમયની રાહ જોવાઈ રહી હતી તોફીકે જે સમય આપ્યો હતો ત્યાં તોફીક પહોંચે છે મહિલા પોલીસ પાસે જાય છે તે બુરખો હટાવે છે તોફીક ખુશ થાય છે કારણ કે આ ચહેરાને તેણે સોશિયલ મીડિયા ઉપર જોયો હતો તોફીક કઈ વાત કરે તે પહેલા આસપાસ તેના દાદાઓ આવીને ઊભા રહી જાય છે અને પછી વાચતે ગાચતે તેનો વરઘોડો તેની બારાત દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચે છે તો આ છે દાણીમડા પોલીસની હની ટ્રેપ આ મામલે ને જોન સક્સ ના ડીસીપી ભગીરથ ગઢવીએ શું કહ્યું એ પણ સાંભળી લો >> ધાણી લીમડામાં 156 ના એક ગુનો નોંધાયો હતોકે જેમાંબીએનએસની ધારા 118એ 135 જીપીએક્ટની કલમ અને અન્ય કલમો ઉમેરી અને જે ભોગ બનનાર હતો એના સાથે જે મારામારીનો બનાવ થયો હતો એને કારણે ગુનો નોંધ્યો આ ઘટનામાં ત્યારબાદ જે આરોપી તરીકે એક નામ ખુલ્યું હતું તોફીક એના સિવાયનું નું આખું નામ પોલીસ પાસે ના હોય. આ ઉપરાંત અન્ય જે બે ઇસમો હતા

જે આમાં બનાવમાં સામેલ હતા એના પણ નામ ભોગ બનનારને ખબર ન હતી. આ ઘટનામાં ત્યારબાદ પોલીસે જે આ તોફિક નામના વ્યક્તિ છે એને શોધવાની પ્રયાસ ચાલુ કર્યા. શરૂઆતમાં અમે અમારા ઈગજકો જે અમારું પોર્ટલ છે એપ્લિકેશન જે આપી એમાં અને સોશિયલ મીડિયા એમાં તોફીકનામનું જે વ્યક્તિ છે એને સર્ચ કર્યો અને કેટલાક શોર્ટલિસ્ટ કરી અને ભોગબંને અલગ અલગ જે ફોટોગ્રાફ્સ હતા એ બતાવ્યા એમાંથી એણે એક વ્યક્તિ તોફીક સલીમ શેખ જે ધાણી લીમડામાં જ રહે છે એને આઈડેન્ટીફાય કરીને બતાવ્યું કે આ એ જ વ્યક્તિ છે કે જેને એના સાથે મારામારી કરી આ બનાવને અનુસંધાને પોલીસે આજે ટોપિક છે એનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો

પણ કોઈ હિસાબથી એનો કોન્ટેક્ટ કોઈ પણ રીતના થતો ન હતો. અમારા જે ઇન્ફોર્મરસ હોય છે એમનો પણ અમે કોન્ટેક્ટ કર્યો હતો. એના થ્રુ પણ કોઈ એવી સ્પષ્ટ માહિતી મળી ન હતી. ત્યારબાદ અમે વધુ એમાં ટેકનિકલ ડીટેલમાં ઉતર્યા અને આઉપરાંત અમારા પોલીસ કર્મચારીઓએ એક આઈડી બનાવ્યું અને એ આઈડી થ્રુ આ તોફીકનો સંપર્ક સોશિયલ મીડિયામાં કરવાની કોશિશ કરી અને જેમાં અમને સફળતા મળી હતી અને આ બંને જે આઈડી હતું એ આઈડીથી તોફીક સતત ટચમાં રહેતો હતો પરંતુ એની પાસે કોઈ મોબાઈલ કે એવી કોઈ ઓલું હતું નહીં એટલે તોફીક સાથે એક પ્રોપર એને બોન્ડિંગ બને એના માટે અમારા જે પોલીસ કર્મચારી છે એ લોકોએ એ રીતની વાતચીત એને શરૂ કરી એના સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ એને રિવર ફ્રન્ટ પર મળવા માટે બોલાવ્યો હતો અને અમારા મહિલા પોલીસ કર્મીઓ કે જેઓ આ સમગ્ર ઓપરેશનમાં સામેલ હતા એમણે જે અમારાસર્વેલન્સ સ્ટાફમાં પણ ફરજ બજાવે છે એ લોકો બંને વેશ પલટો કરી

અને આ તોફીકને એજ એજ આઈડી વાળી મહિલા તરીકે મળવા ગયા અને એની સાથે વાતચીત કરી પછી એમાંથી અમારા એક પોલીસ કર્મી એમની સાથે એક્ટિવામાં બેસી ગયા અને એક્ટિવામાં બેસી અને ધીરે ધીરે લોકો આગળ વધતા હતા એ દરમિયાન એણે અમારી જે બીજી પોલીસ આગળ જે ઓપરેશનમાં સામેલ હતી એને ઈશારો કરીને જણાવી દીધું કે આ એ જ વ્યક્તિ છે અને તમે અમે જે રીતના એનું આખું ટ્રેપ ગોઠવી તી એ મુજબ એને હાથ ધરી લીધો અને એને પકડી અને આગળ ની કાર્યવાહી શરૂ કરી જે તોફીક છે

એ નારોલમાં એમાં પણએક મારામારીના ગુનામાં સામેલ છે એમાં પણ એ વોન્ટેડ હતો તો આ સાથે નારોલના ગુનામાં પણ એની ધરપકડ જે કરવાની બાકી હતી એ થઈ ચૂકી છે તોફીકનો જ્યારે ગુનાહિત ઇતિહાસ અમે તપાસ કર્યો તો એમાં 14 જેટલા ગુનાઓમાં એ શામિલ છે આ 14 ગુનાઓમાં મારામારી ચોરી એક વખતે જેલ તોડીને ભાગવાનો ગુનો ખંડણી આ પ્રકારના ગુનાઓ શામેલ છે એટલે ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ અને રીઢા પ્રકારનું વ્યક્તિત્વ છે અને જે તોફિક હતો એ અવારનવાર પકડાયો હોવાથી જલ્દી પોતાના ઘરે આવતો ન હતો

અમે સતત એના ઘર પર વોચ રાખી હતી 15 છ નો જે બનાવ હતો એના ઉપર અમે સતત વોચ રાખીઅને અલગ અલગ જે અમારા કામગીરી હોય છે એ પ્રમાણે કામગીરી કરી અને જે અમારા જે શું કે અલગ અલગ અમારી ની જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરી અને છેવટે આ તોપીકને પકડી પાડેલ છે અને અત્યારે નારો ગુનામાં પણ એને અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ પ્રકારની હની ટ્રેપ સામાન્ય રીતે ગુનેગારો કરતા હોય છે સામાન્ય નાગરિકોને અને ખાસ કરી મારા જેવા લોકો જેમના દાઢી અને માથાના વાળ સફેદ થઈ ગયા છે તેને ગલગલિયા કરાવવા માટે આ પ્રકારની હની ટ્રેપ થાય છે અને ફસાય છે અને બદનામીના ડરે પછી રૂપિયા ખંકેરવામાં આવે છે પણ આ તો પોલીસની કમાલ હતી પોલીસની હનીટ્રેપ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *