હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં રાજ્યમાં આજથી વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે, 6 થી 8 ડિસેમ્બર વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે.
8 થી 18 ડિસેમ્બર વચ્ચે કેટલાક ભાગોમાં માવઠું થ અનુમાન અંબાલાલ પટેલનું છે, 20-21 ડિસેમ્બરે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઇ શકે છે અને 27-28 ડિસેમ્બરથી ઠંડીનો ચમકરો વધે તેવી શક્યતા રહેલી છે,
8 થી 18 ડિસેમ્બર વચ્ચે કેટલાક ભાગોમાં માવઠું થશે તેવું અનુમાન અંબાલાલ પટેલનું છે, 20-21 ડિસેમ્બરે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઇ શકે છે અને 27-28 ડિસેમ્બરથી ઠંડીનો ચમકરો વધે તેવી શક્યતા રહેલી છે, જાન્યુઆરીની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે અને 6 જાન્યુઆરી સુધીમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, નવેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યાત છે અને ગુજરાત પર ઓછી અસર થવાની શક્યતા છે, ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે અને દક્ષિણ પૂર્વ ભારતમાં અસર થાય તો ગુજરાતમાં અસર થઈ શકે થે, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હળવા પશ્ચિમી વિક્ષેપો આવશે.
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, સૂર્ય દક્ષિણાવર્તી જશે તેમ પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યમાં ઠંડી વધશે, ડિસેમ્બરના બીજા સપ્તાહથી ડિસેમ્બરના અંત સુધી ગુજરાતના હવામાનમાં મોટા ફેરફાર આવી શકે છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા છે.
પવનોની દિશા બદલાતા તાપમાનમાં થશે વધારો : અંબાલાલ પટેલઅંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની છે જે વાવાઝોડામાં પરિવર્તીત થઈ શકે છે, ૨૫ નવેમ્બર થી ૨૮ નવેમ્બર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનશે અને ગુજરાતમાં ઠંડી માં આંશિક ઘટાડો થશે, ૨ થી ૮ ડિસેમ્બર દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ આવશે અને વાવાઝોડાની અસર અને પશ્ચિમી વિક્ષેપની અસરોના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના : અંબાલાલ પટેલહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૂચના ખેડૂતોને છે કે, ઘઉં, શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે, ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે.