બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધીક્ષકશ્રીની સૂચના મુજબ આજે અંબાજી મંદિર ખાતે એક સુરક્ષા મોકડ્રીલ યોજાઈ હતી. મંદિર પરિસરની સુરક્ષા વધુ મજબૂત બને તે માટે અને તાત્કાલિક પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિસાદ આપવો તેની વ્યવહારિક તૈયારી કરવા આ અભ્યાસ કરવામાં આવ્યો હતો.
આ મોકડ્રીલમાં અંબાજી પોલીસ, એસ.ઓ.જી., આરપીઆઈસી, હેડક્વાર્ટરની ફાયર ટીમ, હેલ્થ વિભાગ તેમજ બીડીડીએસ અને ડોગ સ્ક્વોડ જેવી વિવિધ સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો હતો.મોકડ્રીલ દરમિયાન કેટલાક શંકાસ્પદ તત્વોને નિયંત્રિત કરવાની પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી,
જેમાંથી એકને કાબૂમાં લેવાયો હતો અને એકને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમની પાસે મળી આવેલ શંકાસ્પદ સામાન, બોમ્બ, મોટાર અને અન્ય સામગ્રી સુરક્ષિત રીતે જપ્ત કરવામાં આવી હતી.બીડીડીએસની ટીમ દ્વારા બોમ્બને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યો અને સમગ્ર વિસ્તાર ચકાસવામાં આવ્યો.
સાથે સાથે, મંદિર પરિસરમાં આવેલા દર્શનાર્થીઓને પોલીસ અને ક્યુઆરટી ટીમ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.આ મોકડ્રીલ દ્વારા સુરક્ષા દળોને મહત્વપૂર્ણ અનુભવ મળ્યો છે, જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની પરિસ્થિતિ આવે તો ઝડપી અને સઘન રીતે તેનું સંચાલન કરી શકાય.