Cli

અમરેલીના આ સરપંચની દાદાગીરી જોવો સરકારી અધિકારીને આપી ધમકી … પોલીસ ફરિયાદ થતા ચકચાર મચી

Uncategorized

સરકારી અધિકારીઓ વિશે આમ તો કહેવામાં આવે છે કે સરકારી અધિકારીઓ કોઈ પણ કામ નથી કરતા અને બસ એસીમાં બેસવા માટે બન્યા છે પરંતુ અમુક એવા સરકારી અધિકારીઓ પણ છે કે જે કામગીરી કરે છે પરંતુ એમને રોકવા માટે પણ હવે ક્યાંકને ક્યાંક નેતાઓ અને સરપંચો એ જે છે એ વર્ણી કરાઈ હોય એવું લાગી રહ્યું છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ આમ તો સરકારી અધિકારીઓ વિશે એવું કહેવામાં આવે છે

કે તેઓ કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરતા કામ નથી કરતા લોકો લોકો વચ્ચે નથી જતા અને લોકોની તકલીફ નથી સાંભળતાપરંતુ ગુજરાતમાં અમુક એવા સરકારી અધિકારીઓ પણ જે છે એ લોકોની સાંભળે છે અને લોકોની વચ્ચે જાય છે પરંતુ તેમને ક્યાંકને ક્યાંક હવે નેતાઓ અને સરપંચો અને જે મોટા મોટા પદ પર રહેલા છે એ લોકો રોકતા હોય એવું લાગી રહ્યું છે

એમને ધાક ધમકી આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે બગસરાના માવજીંજવાના સરપંચની એક દાદાગીરીનો મામલો સામે આવ્યો છે અને માવજીંજવાના સરપંચ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાય છે અને આ પોલીસ ફરિયાદ જે છે એ નોંધાવી છે પીજીવીસીએલના નાયબ ઈજનેર દિગેશ દેસાઈ અને એ ફરિયાદ એટલા માટે નોંધવામાં આવી છે કારણ કે દિગેશદેસાઈએ એવું કહ્યું છે કે તેઓ જ્યારે કામ કરવા માટે ગયા તેમની ફરજ નિભાવવા માટે ગયા ત્યારે સરપંચે ક્યાંકને ક્યાંક તેમની ફરજની વચ્ચે રૂકાવટ કરી અને એમને ધાગ ધમકી આપી અને એની સામે દાદાગીરી કરી અને એમને મારવાની પણ ધમકી આપવામાં આવી વધુમાં સરપંચ વિશે શું કહ્યું સૌપ્રથમ એ સાંભળીએ >>

હું મહેશ સભાડિયા માવજીંદા ગ્રામ પંચાયતનું સરપંચનો ચાર્જ અત્યારે મારી પાસે છે. મારે ગામમાં કાલે સવારે માની લોને કે 5:30ા 6 વાગ્યે એ લોકો ચેકિંગ કરવા માટે આવ્યા હતા પણ ત્રણ વર્ષની પેન્ટિંગ અરજીઓ મારી અહિયા છે મારી પાસે એના પ્રૂફ છે અને આ લોકોને પાસે રિપેરંગનોકોઈ ટાઈમ નથી અને ચેકિંગનો ટાઈમ છે મેં એને નારાયણભાઈ કાસળિયા જ્યારે મારા ગામમાં ગ્રામસભા લેવા માટે આવ્યા હતા

આજથી ત્રણ વર્ષ પહેલા તેદી પણ મે એને લેટરપેડ ઉપર લખીને આપેલું હતું તો એ લોકો એનો કોઈ પ્રશ્ન સોલ્વ કર્યો નથી મારા ગામનો અને ચેકિંગમાં વારંવાર આવે એટલે મેં એને કીધું કે ભાઈ તમે લોકો પહેલા મારા ગામનો પ્રશ્ન સોલ્વ કરો પછી તમતારે હું ઘરે ઘરે આવીને હું ભેગું આવીને ચેકિંગ કરાવી દઈશ અને એ લોકો એવું કહે છે કે મારા ગામમાં દોઢ લાખનું ચેકિંગ એ લોકોએ પકડ્યું છે પણ એવું તો મારા મુજબ એ કોઈ કનેક્શન હતું નહી કેકોઈ ચોરી કરતા હોય ને પછી કોઈના એમને લખી નાખ્યા હોય તો ખ્યાલ નથી ને મારી ઉપર એને ફરજ રૂકાવટનો કેસ કર્યો છે તો આ અવાજ દબાવવાની એક વાત છે હા અમે કાઈ ગુનો કર્યો હોય એને કે કઈ ગાળ્યું બોલ્યા હોય કોઈને માર્યા હોય મેં એને કીધું તું મારા ગામનું સંગઠન જ એવું છે

કે કદાચ હું એક મેસેજ નાખું તો આખું ગામ ભેગું થઈ જાય અમારા એક અવાજ ઉપર ગામ હાલે છે. તો અમે એવું કઈ ઈચ્છતા નથી કે આ લોકોને કોઈને દબાવી પણ નહી પહેલા અમારા પ્રશ્ન સોલ્વ કરો પછી તમ તારે ઘરે ઘરે આવીને અમને કહેજો અમે ભેગા આવીને તમને ચેકિંગ કરાવશું જો મારા ગામમાંચોરી થાતી હોય તો અને આ લોકો મારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે અને મારી ઉપર ફરજ રૂકાવટનો કેસ એ લોકોએ કર્યો છે. આગળ જોવી છે શું થાય તો સરકારને મારી એવી અપીલ છે કે

આ લોકોને થોડુંક પ્રેશર આપે કે મારા ગામનું મેન્ટેનન્સ અને ખેતીવાડીનું મેન્ટેનન્સ એ લોકો કરે અને મેં ગયા વર્ષે એને અમારા ગામના 200 જણા અમરેલી પણ રજૂઆત કરી હતી ગ્યા તા અમે અને ઓણ એને ઉનાળામાં ટાઈમ ન મળ્યો તો એ સોમાસામાં ખેડુની ઊભે મોલમાં એ લોકો તાર બદલાવવા આવ્યા 10 દિવસ કામ કર્યો 10% કામ કરીને વયા ગયા બરાબર પછી તોય ખેડુ બોલ્યા નહી અમે કીધું ભાઈ આપણું કામ થાય છે

તોકરવા દયો ને થોડીક નુકસાની થાય તો વાંધો ન હવે પાછો 10 દિવસ પહેલા ફોન આવ્યો મને કે હું અમે મેન્ટેનન્સ કરવા આવી મેં કીધું સાહેબ અત્યારે ગળે ગળે જ્યોતિરગામમાં અમે ફોન કરવી ને તો પાંચ પાંચ કલાક પાવર બંધ રહેશે અને જ્યોતિગ્રામમાં અમે એને ફોન કરી કરી હમણાં ગાડી આવે છે હમણાં ગાડી આવે છે તો 24 કલાક સરકારે જ્યોતિગ્રામમાં પાવર આપવાનું આ લોકોને કીધેલું છે અને ઓર્ડર જ છે પણ પાંચ પાંચ કલાક રાત્રે પાવર બંધ રહે છે આ લોકો હાવ એટલે હાવ બેદરકારી વાપરે છે કુકાઓ પીજીવીસીએલ

>> હાલ આ મામલા ને લઈ અને જે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે દિગેશ દેસાઈએ પોલીસ ફરિયાદ નેધાવી છે જે નાયબ બિજનેર છે પીજીવીસીએલના તેમણે ફરજમાં રૂકાવટ માટેની ફરિયાદ નોંધાવી છે પરંતુ પ્રશ્ન અહી ઊભો થાય છે કે શું આપણે દરેક વાર કહેતા હોઈએ કે સરકારી અધિકારીઓ કામ નથી કરતા અને જે છે એવા આક્ષેપો લગાવવામાં આવતા હોય છે

પરંતુ એમને કામ ન કરવા દેવા પાછળ પણ ક્યાંકને ક્યાંક નેતાઓ અને સરપંચો જિમેદાર હોય એવું લાગી રહ્યું છે કારણ કે જ્યારે પણ ફરજમાં આપણે એવા અનેક કિસ્સાઓ જોયા છે કે જ્યાં અધિકારીઓ કાર્ય કામ કરવા માટે જાય છે કાર્યવાહી કરવા જાય છે ત્યારે નેતાઓ અને સરપંચો મોટા મોટા નેતાઓ જે છેપહોંચી જતા હોય છે અને એમને રૂકાવટ કરતા હોય છે કે નહી ભાઈ આમ નહી કરવાનું આમ નહી કરવાનું અને હવે ફરી એકવાર એવો બનાવ સામે આવ્યો છે સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *