હમણાંજ સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા રિલીઝ થઈ જે ફિલ્મે છેલ્લા બે વર્ષના સિનેમાઘરોના તમામ રેકોર્ડ તોડી દીધા ફિલ્મ દર્શકોને ખુબજ પસંદ આવી રહી છે થીએટર પણ ખચાખચ ભરાઈને ફિલ્મ હિટ જઈ રહી છે ફિલ્મનો જાદુ દરેક દર્શકોમાં જોવા મળી રહ્યો છે એવી રીતે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે પણ થયું છે.
ગુજરાતના રહેવાસી અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર પુષ્પા ફિલ્મનો જાદુ જોવા મળ્યો હતો હકીકતમાં રવિન્દ્ર જાડેજાને ફિલ્મ એટલી પસંદ આવી ગઈ કે ફિલ્મનું પ્રમોશન કરવાનું રોકી ન શક્યા રવિન્દ્ર જાડેજાએ ફિલ્મનો એક ડાયલોગ બોલતા એક વિડિઓ સોસીયલ મીડિયામાં સેર કર્યો.
રવિન્દ્ર જાડેજાનો વીડિયો શેર કરવા પર તેનો સાથી ખેલાડી ચાઈનામેન બોલર કુલદીપ યાદવ પણ મસ્તી કરતો જોવા મળ્યો હતો રવિન્દ્ર જાડેજાના વીડિયો પર કુલદીપ યાદવે જોરદાર રીતે પગ ખેંચ્યો છે જાડેજાની પોસ્ટ પર ટિપ્પણી કરતાં કુલદીપ યાદવે લખ્યું તમારી આવનારી ફિલ્મની રાહ જોઈ રહ્યાં છીએ.
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 17 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી જણાવી દઈએ કે અલ્લુ અર્જુનની રિલીઝ પહેલા જ તેના એક્શન સીન્સને લઈને ઘણી ચર્ચા થઈ હતી જોકે રિલીઝના પહેલા દિવસે સારી કમાણી કરી હતી સાઉથ સિવાય આ ફિલ્મને હિન્દી ભાષી દર્શકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.