અક્ષય ખન્ના અને તેમની સાવકી માતા વચ્ચેનો સંબંધ ખરેખર ખૂબ ખાસ છે. ફિલ્મ ધુરંધરના એક્ટરને પોતાની સગી માતાથી પણ વધારે પ્રેમ કરનારી કવિતા ખન્ના સાથે અક્ષયનું ગાઢ ભાવનાત્મક અને આધ્યાત્મિક જોડાણ છે. માતા અને પુત્રનો આ અનોખો સંબંધ લોકોના દિલ જીતી રહ્યો છે.હાલમાં આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર ઈન્ટરનેટથી લઈને મોટા પડદા સુધી છવાઈ ગઈ છે.
ફિલ્મના દરેક પાત્રની ચર્ચા થઈ રહી છે. તેમાં પાકિસ્તાનના લાહોરના ગેંગસ્ટર રહમાન ડકૈતનો રોલ ભજવનારા એક્ટર અક્ષય ખન્ના ખાસ લાઈમલાઈટમાં છે. 50 વર્ષના અક્ષય પોતાની જબરદસ્ત એક્ટિંગ અને હાજરીથી દર્શકોના દિલોમાં છવાયેલા છે.
ફિલ્મની સફળતા પછી તેમની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચાઓ તેજ થઈ છે.તાજેતરમાં અક્ષય ખન્નાની સાવકી માતા કવિતા ખન્નાએ ખુલ્લેઆમ પોતાના સ્ટેપ સન સાથેના સંબંધ વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે તેમણે ક્યારેય અક્ષયની મા બનવાનો પ્રયાસ કર્યો નથી, કારણ કે અક્ષય પાસે પહેલેથી જ સૌથી શ્રેષ્ઠ માતા છે. કવિતા ખન્નાએ વિનોદ ખન્ના સાથેના પોતાના આધ્યાત્મિક સંબંધ વિશે પણ વાત કરી
અને કહ્યું કે તેમનો સંબંધ પ્રેમ અને જુસ્સાથી ભરેલો હતો અને એકબીજા સાથે ઉત્તમ તાલમેલ ધરાવતો હતો.કવિતા ખન્નાએ વધુમાં કહ્યું કે અક્ષય ફિલ્મોમાં આવ્યો તે તેમને આશ્ચર્યજનક લાગ્યું નહોતું. તેમની ફિલ્મો હિટ રહી હોય કે ફ્લોપ, અક્ષય આજે પણ એ જ રીતે શાંત અને રહસ્યમય છે. તેમને આજે જે માન અને ઓળખ મળી રહી છે તે તેઓ સંપૂર્ણ રીતે લાયક છે, એવું પણ તેમણે જણાવ્યું.આ ખુલાસા પછી સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન આ સંબંધ તરફ ખેંચાઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે અક્ષય ખન્નાએ પોતાના તાજેતરના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પણ પોતાની સાવકી માતાનો ઉલ્લેખ કર્યો હતો
અને જણાવ્યું હતું કે તેઓ સ્કૂલ સમયમાં વિનોદ ખન્નાને મળવા સાથે જતાં.ઉલ્લેખનીય છે કે વિનોદ ખન્નાએ અક્ષયની માતા ગીતાંજલિ સાથે 1971માં લગ્ન કર્યા હતા, પરંતુ 1985માં તેમનો ડિવોર્સ થયો હતો. અહેવાલો મુજબ, વિનોદ ખન્નાનો આધ્યાત્મ પ્રત્યેનો ઝોક આ છૂટાછેડાનું મુખ્ય કારણ હતો. કારકિર્દીના શિખર પર હોવા છતાં વિનોદ ખન્નાએ બધું છોડીને સંન્યાસ લીધો હતો અને ઘણા વર્ષો સુધી ઓશો આશ્રમ તથા ત્યારબાદ અમેરિકા રહ્યા હતા.હાલમાં 50 વર્ષના અક્ષય ખન્ના ફિલ્મ ધુરંધરની જબરદસ્ત સફળતા બાદ સતત ચર્ચામાં છે.