Cli

50 વર્ષીય પ્રખ્યાત અભિનેતાએ હજુ પણ નથી કર્યા લગ્ન, 167 કરોડની મિલકતનો વારસો કોને મળશે?

Uncategorized

100 કરોડનું ઘર, 167 કરોડની નેટવર્થ. આ ફેમસ એક્ટરને લગ્નથી છે એતરાજ. 50 વર્ષની ઉમરે પણ નથી કરી શાદી. એકલો જીવી રહ્યો છે લૅવિશ લાઈફ. સોશિયલ મીડિયામાં ફક્ત એક જ પ્રશ્ન ચર્ચામાં છે – કરોડોની મિલ્કતનો વારસ કોણ બનશે?

દમદાર એક્ટિંગથી વારંવાર ફેન્સનું દિલ જીતનાર એક્ટર અક્ષય ખન્ના આ દિવસોમાં સોશિયલ મીડિયામાં છાયા છે. તેમના ડાયલોગ ડિલિવરી, ફેશિયલ એક્સપ્રેશન અને ઇન્ટેન્સ સીનના ક્લિપ્સ ભારે વાયરલ થઈ રહ્યા છે.

આ વચ્ચે અક્ષય ખન્ના વિશેની દરેક વાત લોકો જાણવા માંગે છે. જ્યારે ખબર મળી કે એક્ટર પાસે લગભગ 100 કરોડનું ઘર છે અને 167 કરોડની નેટવર્થ છે, ત્યારે લોકો છેક ચોંકી ગયા.સાથે જ ચર્ચા વધી કે અક્ષય ખન્ના 50 વર્ષના થઈ ગયા છે, છતાં તેમણે લગ્ન નથી કર્યા.

ન પત્ની, ન બાળક — તો કરોડોની મિલ્કતનો વારસ કોણ બનશે?જાણકારો કહે છે કે અક્ષય ખન્ના ખુબ શાંત સ્વભાવના છે. તેઓ લાઈમલાઇટથી દૂર રહેવામાં માને છે, પરંતુ સ્ક્રીન પર આવે ત્યારે કમાલ કરી જ દે છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ‘હિમાલય પુત્ર’ ફિલ્મથી કરી હતી.

ત્યારબાદ ‘બોર્ડર’, ‘દિલ चाहता है’, ‘તાલ’, ‘હંગામા’ જેવી ફિલ્મોથી ફેન્સના ફેવરિટ બન્યા. હાલ તેઓ ‘છાવો’ અને ‘ધુરંધર’ ફિલ્મમાં તેમની અભિનયને લઈને ફરી ચર્ચામાં છે. દરેક તરફથી તેમની પ્રશંસા થઈ રહી છે.જો તેમની નેટવર્થની વાત કરીએ તો એક મીડિયાની રિપોર્ટ મુજબ તેમની કુલ નેટવર્થ લગભગ 167 કરોડ માનવામાં આવે છે.

તેમના પાસે જુહૂમાં 3.5 કરોડનું સી-ફેસિંગ બંગ્લો છે. ઉપરાંત માલાબાર હિલમાં 60 કરોડની હવેલી પણ છે. અલીબાગમાં એક ફાર્મહાઉસ પણ છે. કુલ મિલ્કતની કિંમત લગભગ 100 કરોડ સુધી આંકાય છે.મળતી માહિતી પ્રમાણે અક્ષય ખન્ના એક ફિલ્મ માટે લગભગ 2.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

‘ધુરંધર’ માટે પણ તેમણે એટલું જ ચાર્જ કર્યું હોવાનું કહેવામાં આવે છે.અક્ષય ખન્ના 50 વર્ષના છે અને હજુ સુધી તેમણે લગ્ન નથી કર્યા. લગ્ન અંગે તેઓ ઘણી વખત પોતાનું મત વ્યક્ત કરી ચૂક્યા છે. એક જૂના ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેમને લગ્ન કરવાની કોઈ ઇચ્છા જ નથી. બાળક દત્તક લેવા અંગે પણ તેમનો કોઈ ઇરાદો નથી.

તેઓ પોતાના જાતને ખુબ નસીબદાર માને છે કારણ કે તેમની પર કોઈ મોટી જવાબદારી નથી. તેઓ કહે છે કે તેઓ એકલા ખૂબ ખુશ છે અને આગળ પણ કોઈ જવાબદારી લેવા માંગતા નથી. લગ્ન કરવાનો પણ કોઈ પ્લાન નથી.તેમને કાર્સનો ખૂબ શોખ છે, છતાં તેઓ લાઈફસ્ટાઈલને ખૂબ લોકી રાખે છે. આજના સમયમાં જ્યાં સેલિબ્રિટીઝ દરેક પળ સોશિયલ મીડિયામાં બતાવે છે, ત્યાં અક્ષય હંમેશા શાંત અને ખાનગી જીવન પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *