ક્યારેક હાથના ઈશારે રોક્યા તો ક્યારેક પાછળ રહેવા કહ્યું. મુંબઈ એરપોર્ટ પર બચ્ચન વહુનો મૂડ બગડેલો જોવા મળ્યો. પતિ અભિષેક અને દીકરી આરાધ્યા સાથે બચ્ચન વહુ મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી. અચાનક તેમનો પારો કેમ ચઢ્યો? આખરે ઐશ્વર્યા કેમ ભડકી?2025ને વિદાય અને 2026ના સ્વાગતમાં હવે થોડા જ દિવસ બાકી છે. નવા વર્ષની ઉજવણી પહેલા જ ઐશ્વર્યા, અભિષેક અને તેમની લાડકી દીકરી મુંબઈથી રવાના થઈ ગયા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ અભિષેક અને ઐશ્વર્યા નવું વર્ષ વિદેશમાં રજાઓ માણીને ઉજવશે. માહિતી મુજબ અભિષેક અને ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે ન્યૂયોર્ક માટે રવાના થયા છે. આ વર્ષે બચ્ચન પરિવાર ક્રિસમસ અને નવું વર્ષ અમેરિકા માં ઉજવશે.22 ડિસેમ્બરની મોડી રાત્રે બિગ બીના દીકરા અને વહુને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા ત્રણેય બ્લેક લુકમાં ટ્વિનિંગ કરતા નજર આવ્યા. અભિષેક બ્લેક ટીશર્ટ અને લોઅર સાથે મેચિંગ હુડી જેકેટમાં જોવા મળ્યા, જ્યારે ઐશ્વર્યા અને આરાધ્યા પણ એકસરખા આઉટફિટમાં નજર આવી.હાથમાં જેકેટ પકડી ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે ગાડીમાંથી બહાર નીકળી.
સામાન્ય રીતે ઐશ્વર્યા જ્યારે પણ એરપોર્ટ પર દેખાય છે ત્યારે પાપારાઝી સાથે ખૂબ જ સૌમ્ય અને શાંત વર્તન રાખે છે. પરંતુ આ વખતે કંઈક એવું બન્યું કે બચ્ચન વહુનો ગુસ્સો કેમેરામાં કેદ થઈ ગયો. અને આ બધું થયું દીકરી આરાધ્યાની કારણે.સૌ કોઈ જાણે છે કે ઐશ્વર્યા પોતાની દીકરી આરાધ્યા માટે કેટલી પ્રોટેક્ટિવ છે. આરાધ્યા પર કોઈ પણ આંચ આવે તે ઐશ્વર્યા કોઈ કિંમતે સહન કરી શકતી નથી. આ વખતે પણ કંઈક આવું જ બન્યું.
જયારે ઐશ્વર્યા આરાધ્યા સાથે ગાડીમાંથી ઉતરીને એરપોર્ટ અંદર જવા આગળ વધે છે, ત્યારે પાપારાઝી તેમને કૅપ્ચર કરવા માટે ભીડ કરી લે છે. એ સમયે ઐશ્વર્યા તરત જ ઓવર પ્રોટેક્ટિવ મમ્મી મોડમાં આવી જાય છે અને હાથના ઈશારે પાપારાઝીને આગળ ન આવવા કહે છે.આટલું જ નહીં, આરાધ્યા ભીડમાં ન ફસાઈ જાય એ માટે ઐશ્વર્યા બધાને પાછળ રહેવા કહે છે. જોકે થોડા જ પળોમાં ઐશ્વર્યાનો મૂડ ફરીથી ઠીક થઈ જાય છે અને અંદર જવા પહેલા તે પાપારાઝીને ક્રિસમસની શુભેચ્છા આપવાનું પણ ભૂલતી નથી.
ખૂબ જ પ્રેમભર્યા અંદાજમાં ઐશ્વર્યા સૌને મેરી ક્રિસમસ કહે છે, હાથ હલાવી વેવ કરે છે અને પછી એરપોર્ટ અંદર પ્રવેશ કરે છે.ન્યૂ યર સેલિબ્રેશન માટે ન્યૂયોર્ક રવાના થયેલા અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો ઐશ્વર્યાના સંસ્કારોની પ્રશંસા કરી રહ્યા છે.
ફેન્સ કહે છે કે કેટલી સાદગી અને પ્રેમભર્યા અંદાજથી ઐશ્વર્યાએ પાપારાઝીને નજીક આવવાથી રોક્યા અને સમજાવ્યા. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે જયા બચ્ચને પોતાની વહુ પાસેથી કંઈક શીખવું જોઈએ.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અભિષેક અને ઐશ્વર્યા દીકરી આરાધ્યાના એન્યુઅલ ફંક્શનમાં સાથે નજર આવ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ આરાધ્યાએ પોતાના એન્યુઅલ ફંક્શનમાં ભાગ લીધો હતો. દીકરીને ચીયર કરવા માટે અભિષેક અને ઐશ્વર્યા બંને પહોંચ્યા હતા. અમિતાભ બચ્ચન પણ પોતાની પૌત્રીનું પરફોર્મન્સ જોવા આવ્યા હતા.તાજેતરમાં અભિષેક પોતાના પિતા અમિતાભ સાથે ફિલ્મ 21ની સ્પેશિયલ સ્ક્રિનિંગમાં પણ સામેલ થયા હતા, પરંતુ આ સ્ક્રિનિંગને ઐશ્વર્યાએ સ્કિપ કરી હતી.બ્યુરો રિપોર્ટ ઈ2