ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને બંનેએ દિલ્હીના હાઈકોર્ટમાં અર્જી કરી છે કે તેમની પર્સનાલિટી રાઈટ્સ તેમના જ કબજામાં હોવા જોઈએ આ સિવાય એઆઈ દ્વારા બનાવાયેલા તેમના ફેક વીડિયો અને ફોટા પર પણ પાબંદી મૂકવામાં આવે ઐશ્વર્યા રાયે બે દિવસ પહેલા જ દિલ્હીના હાઈકોર્ટમાં અપીલ કરી હતી
જેમાં તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે તેમના ચહેરાનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એઆઈ જનરેટેડ સેક્સિઝમવાળા વીડિયો બનાવવામાં આવી રહ્યા છે અને બીજા લોકો એ વીડિયો પરથી પ્લેજર લઈ રહ્યા છે બીજા લોકોના ચરમસુખ માટે ઐશ્વર્યાની તસવીરોનો ઉપયોગ કરવો એ બહુ જ ખોટું છે
આ સિવાય ઐશ્વર્યાએ આ પણ કહ્યું કે ઘણા બધા વેબસાઇટ્સ અને ઘણા બધા બિઝનેસ છે જ્યાં ઐશ્વર્યાના ચહેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ એવા બ્રાન્ડ્સ છે જેમને ઐશ્વર્યાએ ક્યારેય એપ્રુવ પણ કર્યા નથી અને ન તો ઐશ્વર્યાએ ક્યારેય તેમના સાથે વાત કરી છે એક વેબસાઇટ જે આ દાવો કરે છે કે
એ ઐશ્વર્યા રાયની ઓફિશિયલ વેબસાઇટ છે તે પણ ફેક જ છે ક્યારેય પણ ઐશ્વર્યાએ પોતાના માટે આવી વેબસાઇટ બનાવવાનો હક કોઈને આપ્યો નથી અને એ જના કારણે ઐશ્વર્યા રાયે પોતાની પર્સનાલિટીની કૉપિરાઈટ લીધી છે હવે કોઈ પણ ઐશ્વર્યાની પરમિશન વગર તેમની તસવીર કે તેમનો વીડિયો પોતાના પ્રોડક્ટ પર ઉપયોગ કરી શકશે નહીં
જો આવું કરશે તો તેમને સજા મળશે એ જ કામ અભિષેક બચ્ચને પણ કર્યું છે તેમનું પણ કહેવું છે કે અશ્લીલ વીડિયો પર અભિષેકનો ચહેરો લગાવીને ખોટા વીડિયો સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યા છે તો આ બધી બાબતો પર રોક મૂકવામાં આવે આ પહેલાં અમિતાભ બચ્ચન અને અનિલ કપૂર પણ પોતાની પર્સનાલિટીના રાઈટ્સ સુરક્ષિત કરાવી ચૂક્યા છે