એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન તાજેતરમાં એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. બંનેની હાજરીએ ત્યાં હાજર લોકોએ અને સોશિયલ મીડિયા યુઝર્સે ખાસ ધ્યાન આપ્યું. જોકે આ વખતનું તેમનું દેખાવ સામાન્ય નહોતું. એરપોર્ટ પર એશ્વર્યા રાયનો અભિષેક તરફનો વલણ થોડું તીખું અને ગંભીર લાગ્યું.
કેટલાક ક્ષણોમાં એશ્વર્યા અભિષેક પર કડક નજરે જોતી જોવા મળી, જેને જોઈને લોકો વચ્ચે અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ.એશ્વર્યા અને અભિષેક બંને શાંત દેખાતા હતા, પરંતુ તેમની બોડી લેન્ગ્વેજ અને એકબીજા સાથેની ઇન્ટરએક્શનને લઈ ફેન્સ અલગ અલગ અંદાજ લગાવી રહ્યા છે.
કોઈ કહી રહ્યું છે કે બંને વચ્ચે કોઈ મુદ્દે મતભેદ ચાલી રહ્યો છે, તો કોઈ આને માત્ર એક સામાન્ય ક્ષણ ગણાવી રહ્યું છે. એરપોર્ટનો આ વીડિયો અને તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો આ કપલના સંબંધોને લઈને ફરી એકવાર ચર્ચા કરી રહ્યા છે.