દેશભરમાં એર ઇન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામીઓ હવે સામાન્ય બની ગઈ છે લગભગ દરરોજ કોઈકને કોઈક ફ્લાઈટમાં ખામીઓ આવતી જ હોય છે આવું જ કંઈક આજે દિલ્હીથી ઇન્દોર જઈ રહેલી ફ્લાઈટમાં થયું છે જેણે ઉડાન ભર્યા બાદ તરત જ દિલ્હી પાછી લાવવી પડી હતી અહીં તેનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું અને આ ઘટના રવિવારે સવારે બની છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ એર એર ઇન્ડિયાની ફ્લાઈટોમાં મોટા પ્રમાણમાં ખામીઓ સામે આવી રહી છે અને હવે દિલ્હીથી ઇન્દોર જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ ai 2913 ના જમણા એન્જિનમાં આગ લાગવાના
સમાચાર બાદ દિલ્હી પરત મોકલવામાં આવી હતી. આ ઘટના રવિવારે સવારે બની છે એર ઇન્ડિયાએ સત્તાવાર રીતે નિવેદન પણ બહાર પાડ્યું છે અને કહ્યું છે કે વીમાને સવારે 6 ને 15 વાગે 90 મુસાફરો સાથે ઉડાન ભરી હતી મુસાફરો લગભગ અડધા કલાક પછી એન્જિનમાં આગ લાગવાની તેમને જાણ થઈ અને પ્રક્રિયા મુજબ પાયલટે એન્જિન બંધ કરી દીધું હતું.
બાદમાં વિમાન સુરક્ષિત રીતે એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું અને હવે એરલાઇન્સ દ્વારા ડીજીસી એટલે કે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. માહિતી મુજબ એર ઇન્ડિયાની ફ્લાઈટ ai 2913 એ 31 ઓગસ્ટ રવિવારના રોજ દિલ્હીથી ઇન્દોર માટે ઉડાન ભરી હતી. પરંતુ ટેકઓફ પછી તરત જ ફ્લાઈટને દિલ્હી પરત લાવવામાં આવી હતી. કારણ કે કોકપીટ ક્રુને જમણા એન્જિનમાં આગ લાગવાના સંકેત મળ્યા હતા અને ત્યારબાદ પાયલોટે એન્જિન બંધ કરવાનો નિર્ણય લીધો અને ફ્લાઈટને દિલ્હી પાછી વાળી હતી. જ્યાં વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવ્યું છે. હાલમાં વિમાનને તપાસ માટે રોકવામાં આવ્યું છે. બધા મુસાફરોને વૈકલ્પિક વિમાનમાં લઈ જવામાં આવી રહ્યા છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ રવિવારે આ માહિતી આપી છે. વિમાનના કોકવીટમાં આગ લાગવાનો સંકેત મળતા
જ વિમાનમાં તો અફરાતફરી મચી ગઈ હતી. મુસાફરો ખૂબ ડરી ગયા હતા જો કે પાયલટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટડી ગઈ હતી. વિમાનના એન્જિનમાં આગ લાગવાનો સંકેત મળતા જ પાયલોટે તાત્કાલિક ધોરણે એન્જિન બંધ કરી દીધું અને વિમાનનો કાબુ મેળવી લીધો હતો. ત્યારબાદ પાયલોટે વિમાનને દિલ્હી તરફ વાળ્યું અને તેને એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતાર્યું હતું. આ રીતે તમામ મુસાફરોના જીવ બચી ગયા છે આ પહેલા પણ એર ઇન્ડિયાને લઈને આવી ઘણી બધી ઘટનાઓ સામે આવી ચૂકી છે આ પહેલા 18 ઓગસ્ટે કોચી એરપોર્ટ પર દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટને અચાનક ટેકઓફથી રોકવી પડી હતી આ ઉપરાંત 16 ઓગસ્ટે પણ એર ઇન્ડિયાને મિલાન એટલે કે ઈટલી દિલ્હી ફ્લાઈટને ટેકનિકલ ખામીના કારણે છેલ્લી ઘડીએ રદ્દ કરવી પડી હતી. ફ્લાઈટ્સમાં આવેલી ખામીને કારણે મુસાફરોને હવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીએ 12 જૂનના અમદાવાદમાં થયેલા એ પ્લેન ક્રેશની જ્યારે એર ઇન્ડિયાનું વિમાન ai 171 મેઘાણીનગરમાં અતુલ્યમ હોસ્ટેલ ખાતે ક્રેશ થયું હતું.
એર ઇન્ડિયાની આ વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. વિમાનમાં સવાર 230 મુસાફરોમાં 217 પુક્તવયના 11 બાળકો અને બે શિશુઓનો સમાવેશ થાય છે. આમાં 169 ભારતીય નાગરિકો 53 બ્રિટિશ સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ હવે અવસાન થયું છે. આ અકસ્માતમાં 241 લોકોની સાથે વિમાનના 12 ક્રુ સદસ્યોનું પણ મોત થયું છે એક જ વ્યક્તિ બચી ગયા છે. મેડિકલ હોસ્ટેલ અને નજીકના વિસ્તારોમાં હાજર અન્ય લોકોનું પણ હવે મોત થયું છે. તો આ બાબતે તમારું શું માનું છે એર ઇન્ડિયાની ફ્લાઈટોને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે તેને