Cli

20 લાખ લો, મોઢુંબંધ રાખો!, એર ઇન્ડિયા મોં બંધ કરવા માટે લાંચ આપી રહી છે?

Uncategorized

અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે વિદેશી અખબારોમાં આવી રહેલી માહિતીથી ફરી ચર્ચા તેજ બની છે. કેટલાક રિપોર્ટ મુજબ દુર્ઘટના પાઇલટ દ્વારા ફ્યુઅલ સ્વિચ મેન્યુઅલી બંધ કરવાના કારણે થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ વળતર આપીને કેસ ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાના દાવા પણ સામે આવ્યા છે.

ઇટાલીની અખબાર Corriere della Seraએ પોતાના રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી લખ્યું કે તપાસ એજન્સીઓની અંતિમ રિપોર્ટમાં પાઇલટે ફ્યુઅલ સ્વિચ જાણબૂઝીને બંધ કર્યો હતો તેવી સંભાવના દર્શાવવામાં આવી શકે છે. કોકપિટ વોઇસ રેકોર્ડિંગના આધારે પણ આ દાવો કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.આ વિમાન દુર્ઘટનામાં 250થી વધુ લોકોનાં મોત થયા હતા.

ટેકઓફ પછી થોડા જ સેકન્ડોમાં વિમાન નીચે આવવા લાગ્યું અને ભયાનક અકસ્માત સર્જાયો. શરૂઆતમાં ટેકનિકલ ખામી, એન્જિન ફેલ્યર અને અન્ય કારણોની ચર્ચા થઈ હતી. બ્લેક બોક્સના ડેટા આધારે કોઈ મોટી ટેકનિકલ ખામી ન હોવાનું કહેવાયું, પરંતુ માનવીય ભૂલની સંભાવના પર ભાર મૂકાયો.બીજી તરફ લંડનની અખબાર The Independentએ દાવો કર્યો કે Air India દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વધારાનું વળતર આપી કેસ ન કરવા માટે સમાધાનનો પ્રસ્તાવ આપી રહી છે. કહેવાય છે કે 10 થી 20 લાખ રૂપિયા સુધીની ઓફર કરીને કાનૂની કાર્યવાહીથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી રહી છે.

આ પરિસ્થિતિમાં મોટો પ્રશ્ન ઉભો થાય છે કે જો દુર્ઘટના માત્ર પાઇલટની ભૂલથી થઈ હોય, તો પછી વધારું વળતર આપીને કેસ ટાળવાનો પ્રયાસ કેમ કરવામાં આવે છે?દુર્ઘટનાની સત્તાવાર તપાસ હજુ ચાલુ છે. Aircraft Accident Investigation Bureau દ્વારા અંતિમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી અને ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી પણ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી.પાઇલટ કેપ્ટન સુમિત સંભરવાલ અને તેમના સહપાઇલટ લાંબા અનુભવ ધરાવતા હતા.

તેમના પરિવારજનોએ માનસિક તણાવ અથવા વ્યક્તિગત જીવન સંબંધિત આરોપોને નકારી કાઢ્યા છે અને નવી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનાર પરિવારો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખરેખર જવાબદાર કોણ? ટેકનિકલ ખામી હતી કે માનવીય ભૂલ?આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ પારદર્શક અને નિષ્પક્ષ તપાસની માંગ છે. અંતિમ સત્ય શું છે તે તપાસ પૂર્ણ થયા પછી જ સ્પષ્ટ થશે. પરંતુ જે પરિવારો પોતાના સ્વજનો ગુમાવી ચૂક્યા છે, તેમના માટે ન્યાય અને સત્ય જાણવું અત્યંત જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *