20 જાન્યુઆરી 2026ના રોજ અમદાવાદના વટવામાં આવેલા વાંદરવટ તળાવમાં બનેલાં બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતાં ઘરવિહોણા બનેલા પરિવારોની હાલત કફોડી થઈ ગઈ હતી.ઘરો તૂટ્યાં પછી અહીં રહેતાં મહિલાઓનું કહેવું હતું કે તેઓ અહીં વર્ષોથી રહેતાં હતાં અને તંત્ર દ્વારા નોટિસ આપ્યા વગર ઘર તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.બીજી બાજુ, મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીએ આ લોકોની સ્થિતિ અને તેમને વૈકલ્પિક ઘર મળવા વિશે પણ વાત કરી હતી.નોંધનીય છે કે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં પાછલા અમુક સમયથી ‘દબાણ હઠાવવાની કાર્યવાહી’ના નામે ઘણા લોકોનાં ઘર-મિલકતો તોડી પાડવામાં આવ્યાં છે. જોકે, આ સમગ્ર કાર્યવાહીને સરકાર અને સ્થાનિક તંત્ર ‘કાયદેસર રીતે હાથ ધરાયેલી કાર્યવાહી’ ગણાવી ચૂક્યાં છે.
અમદાવાદના વટવા વિસ્તારમાં વાંદરવટ તળાવ નજીક મહાનગરપાલિકા (AMC) દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી, જેમાં 400થી વધુ ગેરકાયદેસર બાંધકામો અને કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ તેમજ નિરાશા જોવા મળી હતી.
સ્થાનિકો પોતાની નજર સામે ઘર તૂટતા જોઈને આક્રંદ કરી રહ્યા હતા, અને તંત્ર પાસે યોગ્ય આવાસની વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા.
AMC દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને સમય આપ્યા બાદ જ કાયદાકીય પ્રક્રિયા હેઠળ આ દબાણો હટાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.ઘર તોડી પાડવામાં આવતા લોકો રડી પડ્યા હતા અને વૈકલ્પિક વ્યવસ્થા વગર ક્યાં જવું તેવો સવાલ ઉઠાવ્યો હતો.
અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં તળાવમાંથી ગેરકાયદેસર બાંધકામમાં દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આજે અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ વાનરવટ તળાવમાં 450 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની અને પોલીસની ટીમ તળાવ હાજર રહીને દબાણો દૂર કર્યા હતા. ત્યારે અહીંયાથી બેઘર થયા લોકો લોકોની શું પરિસ્થિતિ છે? અને તેના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં? અને શું કારણ છે કે આ તળાવ પાસેના દબાણ દૂર કરવામાં આવ્યું?
વટવા વિસ્તારમાં વાનરવટ તળાવ આસપાસના વિસ્તારમાં આજે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં લગભગ 450 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોના કહેવા મુજબ તેઓ અહીં 40-45 વર્ષથી વસવાટ કરતા હતા અચાનક ડિમોલિશનની કામગીરીના કારણે હવે તેઓ રસ્તા પર આવી ગયા છે અને તેમની પાસે હવે કોઈ આશરો બચ્યો નથી.