“પાછળ જુઓ” મીમ વાળા અહમદ શાહને તમે જરૂર જાણતા હશો. આ બાળકનું મીમ થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પર છવાઈ ગયું હતું. આ બાળક જોતજોતામાં મોટો સ્ટાર બની ગયો હતો.
આજે પણ લોકો આ બાળકના મીમનો ખૂબ ઉપયોગ કરે છે. પરંતુ હવે આ બાળકના ઘરેથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. આ બાળકે પોતાના નાના ભાઈ ઉમૈર શાહને ગુમાવી દીધો છે. નાની ઉંમરમાં આ બાળક પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.પોતાના ભાઈના નિધનના સમાચાર શેર કરતાં અહમદે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું છે: “સૂચિત કરવામાં આવે છે કે અમારા પરિવારનો નાનો ચમકતો સિતારો ઉમૈર શાહ સર્વશક્તિમાન અલ્લાહ પાસે પાછો ફર્યો છે.
હું સૌને વિનંતી કરું છું કે તમારી પ્રાર્થનામાં તેને અને અમારા પરિવારને યાદ રાખજો.”અહમદ શાહની જેમ તેનો નાનો ભાઈ ઉમૈર પણ સોશિયલ મીડિયા સેન્સેશન હતો. 2 વર્ષ પહેલાં જ અહમદે પોતાની નાની બહેન આયેશાને પણ ગુમાવી દીધી હતી. આયેશા એક નવજાત બાળકી હતી જે જન્મથી જ ઘણી બીમારીઓ સામે ઝઝૂમી રહી હતી. નિધન પહેલાં આયેશા ખૂબ બીમાર પણ હતી, જેના માટે અહમદ અને તેના પરિવારે ચાહકોને તેના માટે દુઆ કરવા વિનંતી પણ કરી હતી
.અહમદ શાહ પાડોશી દેશ પાકિસ્તાનનો બાળક છે. તેનો “પાછળ જુઓ” વાળો વીડિયો કોઈએ સોશિયલ મીડિયા પર મૂકી દીધો હતો. આ વીડિયો એટલો વાયરલ થયો કે ભારતમાં આ બાળક ખૂબ પ્રખ્યાત થઈ ગયો. આ વીડિયોને કારણે અહમદની સાથે સાથે તેના ચાર નાના ભાઈ-બહેનોની જિંદગી પણ બદલાઈ ગઈ.
આ આખો પરિવાર પાકિસ્તાનમાં મોટો સ્ટાર બની ગયો હતો.પરંતુ અચાનક ૨ વર્ષ પહેલાં અહમદની નાની બહેનનું અવસાન થયું અને આજે તેનો નાનો ભાઈ પણ આ દુનિયા છોડીને જતો રહ્યો. જોકે, અહમદના ભાઈનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ આ સમાચારથી પાકિસ્તાનમાં દરેક જણ આઘાતમાં છે. પાકિસ્તાનની મોટી-મોટી હસ્તીઓએ અહમદના ભાઈ ઉમૈરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.