આદિત્ય પંચોલીએ થોડા દિવસો પહેલા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા ખુલાસો કર્યો હતો કે ‘તેજાબ’ ફિલ્મ માટે સૌપ્રથમ પસંદગી તેઓ જ હતા, પરંતુ અનિલ કપૂર અને તેના ભાઈએ ડિરેક્ટર એન. ચંદ્રાને મેન્યુપ્યુલેટ કરીને આ ફિલ્મ અનિલ કપૂરને અપાવી દીધી. આદિત્ય પંચોલીએ કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે રાજકારણ છે તે નેપોટિઝમથી પણ આગળ છે —
અહીં ફેવરિટિઝમ, મેન્યુપ્યુલેશન અને પાવર પ્લે ચાલી રહ્યું છે.હવે તેમણે એક વધુ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે બોલીવૂડના ઘણા “સો કોલ્ડ સેલિબ્રિટીઝ”ના સોશિયલ મીડિયા ફોલોવર્સ અસલી નથી — પરંતુ ફેક (ખરીદેલા) ફોલોવર્સ છે. તેમની પીઆર ટીમ અથવા સોશિયલ મીડિયા ટીમ પૈસા ચૂકવીને ફોલોવર્સ અને પોસ્ટની રીચ વધારતી હોય છે.
એક યુઝરે આદિત્ય પંચોલીને લખ્યું કે, “સાહેબ, તમારી ‘તેજાબ’ પોસ્ટની રીચ લાખોમાં પહોંચી છે જ્યારે તમારા Twitter પર માત્ર 1000 ફોલોવર્સ છે. અનિલ કપૂરના 6.8 મિલિયન ફોલોવર્સ હોવા છતાં તેમની પોસ્ટ પર ફક્ત 400 વ્યૂજ છે.”આ પર આદિત્ય પંચોલીએ જવાબ આપ્યો કે
જ્યારે તેમણે X (Twitter) પર એકાઉન્ટ બનાવ્યું ત્યારે તેમને પણ અનેક PR અને સેલિબ્રિટી મેનેજરોનો સંપર્ક આવ્યો હતો, જેઓએ તેમને પેકેજ ઓફર કર્યા હતા — “એક લાખ રીચ અને બે લાખ ફોલોવર્સ આપશું” જેવા. પણ તેમણે તે બધું નકારી કાઢ્યું, કારણ કે તેઓ ઓર્ગેનિક રીતે જ વધવા ઈચ્છે છે.આદિત્ય પંચોલીએ કહ્યું:> “હું અહીં કોઈ સિમ્પેથી, એડ કે મીડિયા એટેન્શન માટે આવ્યો નથી. હું મારા જિન્યુઈન ફેન્સ સાથે જ જોડાવા ઈચ્છું છું. 90ના દાયકામાં પણ મારા વિષે ઘણું લખાતું હતું, પણ હું ચુપ રહેતો હતો.
હવે હું મારા સાચા ચાહકો સાથે સીધી વાત કરીશ.”તેમના આ ખુલાસા પછી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું બોલીવૂડના આ સેલિબ્રિટીઝના કરોડો ફોલોવર્સ ખરેખર અસલી છે કે પૈસા ચૂકવીને બનાવેલા છે?થોડી જ વારમાં એક્ટ્રેસ સંધ્યા મૃદુળએ પણ એવું જ નિવેદન આપ્યું હતું કે, તેમને આજકાલ પ્રોજેક્ટ્સ ફક્ત એટલા માટે નથી મળતા કે તેમની સોશિયલ મીડિયા ફોલોવિંગ ખાસ નથી.આ રીતે આદિત્ય પંચોલીના આ ખુલાસાએ સોશિયલ મીડિયાની ચકાચૌંધની પાછળ છુપાયેલો ફેક ફોલોવર્સનો સત્ય બહાર લાવ્યું છે.