ગયા દિવસોમાં સાઉથના સ્ટાર પ્રભાસની આવનાર ફિલ્મ આદિપુરુષ નું ટ્રેલર રિલીઝ થયું પરંતુ એ ટ્રેલર ને લઈને લોકોએ નારાજગી દર્શાવી કારણ કે ફિલ્મમા રાવણનું પાત્ર ભજવનાર સૈફ અલી ખાનનો લુક તૈમુર જેવો હોવાનું કહેવાઈ રહ્યું છે હવે તેના વચ્ચે હવે પ્રેમ સાગરે આદિપુરુષ ટીઝરના વિવાદ પર બોલ્યા છે.
પ્રેમ સાગર લોકપ્રિય ટીવી સિરિયલ રામાયણ બનાવનાર રામાનંદ સાગરના પુત્રછે આ વિવાદ પર પ્રેમ સાગરનું બીજા કરતા ખુબ અલગ સામે આવ્યું છે આદિપુરુશ બાદ દરેક જગ્યાએ ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉતને ખરા ખોટા કહેવામાં આવી રહ્યા છે અને એમને સોસીયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
પરંતુ પ્રેમ સાગરે કહ્યું છેકે ઓમ રાઉતને જે યોગ્ય લાગ્યું તે કર્યું કોઈને કંઈક બનાવતા કેવી રીતે રોકી શકાય પ્રેમ સાગરે ઈ ટાઈમ્સ થી વાત કરતા જણાવ્યું કે તમે કોઈને કંઈક બનાવતા કેવી રીતે રોકી શકો અને મારા મતે તે સર્જકની ઈચ્છા છે કહેવાય છેકે સમય સાથે ધર્મ બદલાયછે આ તેમનો એટલે કે ડાયરેક્ટર.
ઓમ રાઉતનો ધર્મ છે તેમને જે યોગ્ય લાગ્યું તે તેમણે કર્યું હું એમ નથી કહેતોકે તે બધું સાચું છેકે ખોટું પરંતુ હું માત્ર એટલું જ કહેવા માંગુ છુંકે તે નિર્માતાની પસંદગી છે અને બાકી પછીનું બધું જનતાના હાથમાં છેકે તેઓ આ બાબત પર કેવી પ્રતિક્રિયા આપે છે મિત્રો પ્રેમ સાગરની વાત પર તમે શું કહેશો.