અદા શર્મા પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેત્રી પોતાની દાદીના નિધનથી સંપૂર્ણ રીતે તૂટી ગઈ છે. શર્મા પરિવાર હાલમાં શોકમાં છે. અદા શર્માની દાદી છેલ્લા કેટલાક સમયથી ગંભીર બીમારીઓ—અલ્સરેટિવ કોલાઇટિસ અને ડાયવર્ટિક્યુલાઇટિસ—થી પીડાઈ રહી હતી.
મળેલી માહિતી મુજબ 23 નવેમ્બર સવારે 5:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધો.અદા અને તેમની દાદીનું સંબંધ ખૂબ જ ગાઢ અને પ્રેમસભર હતું. અદા તેમને પ્રેમથી ‘પાતી’ કહી સંબોધતી હતી.
તેઓ વારંવાર પોતાના Instagram પર દાદી સાથેના ખાસ પળોના ફોટો અને વીડિયો શેર કરતી. લગભગ બે મહિના પહેલા તેમણે દાદીના જન્મદિવસનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ દાદીનો બર્થડે ઉજવતા દેખાઈ રહ્યા હતા અને કેપ્શનમાં લખ્યું હતું કે દાદીની બર્થડે પાર્ટીના સિનેમેટોગ્રાફર બનવા તેમને ખુબ આનંદ થયો.
મિડિયા રિપોર્ટ્સ મુજબ અદાની દાદી છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતી અને સતત સારવાર લઈ રહી હતી. લાંબી સારવાર પછી તેમનું અવસાન થયું. અદા માટે તેમની દાદી માત્ર દાદી નહોતી, પરંતુ પ્રેરણાસ્ત્રોત અને મિત્ર જેવી હતી.
પરિવારના સૂત્રો જણાવે છે કે દાદી-પોતિ વચ્ચેનો સંબંધ ખૂબ જ ખાસ અને લાગણીસભર હતો.અદા શર્મા, જે દ કેરલા સ્ટોરી, 1920, કમાન્ડો 2 જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂક્યા છે, હાલમાં જીવનના અત્યંત મુશ્કેલ સમયે છે
કારણ કે તેમણે પોતાનો જીવનનો મહત્વપૂર્ણ ભાગ ગુમાવ્યો છે. દાદીના નિધનના સમાચાર બહાર આવતા જ સોશિયલ મીડિયા પર ફેન્સ અદા માટે શોક સંદેશા અને હિમ્મત આપી રહ્યા છે. મળેલી માહિતી મુજબ અદા અને તેમની માતા હવે દાદીની યાદમાં સામાજિક સેવા કરવાનો નિર્ણય કર્યો છે.પરિવાર અને ચાહકો દાદીને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે અને અદાને આ કપરા સમયમાં હિંમત આપી રહ્યા છે.