બોલીવૂડ અભિનેત્રી સાથે સવારમાં બેદરકારી? વાયરલ વીડિયાનો અંત આવ્યો ચોંકાવનારોબોલીવૂડ અભિનેત્રી પ્રિયા બક્ષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો, જેને કારણે સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચી ગઈ. વીડિયોમાં તે ઓટો રિક્ષામાં બેઠેલી જોવા મળે છે
અને ડ્રાઇવરને વારંવાર ગાડી રોકવા માટે કહેતી નજરે પડે છે. અભિનેત્રીએ દાવો કર્યો કે ઓટો ચાલક તેમને ખોટા રસ્તે લઈ જઈ રહ્યો હતો.આ ઘટના મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બની હોવાનું જણાવાયું. પ્રિયા મોડીરાત્રે ઘરે પરત ફરી રહી હતી ત્યારે ઓટો ચાલકે ઓળખીતો રસ્તો છોડીને
અજાણ્યા માર્ગ પર વાહન દોડાવ્યું. પ્રિયાએ વીડિયોમાં જણાવ્યું કે ગૂગલ નકશામાં પણ તે રસ્તો દેખાતો નહોતો. છતાં ડ્રાઇવર સતત કહેતો રહ્યો કે આ જ સાચો માર્ગ છે.વિડિયો વાયરલ થતા જ ચાહકોમાં ચિંતા ફેલાઈ ગઈ. અનેક લોકોએ ટિપ્પણીઓ કરીને તેમની સુરક્ષા વિશે પૂછ્યું. કેટલાક લોકોએ મદદ કરવાની તૈયારી પણ દર્શાવી.પરંતુ વીડિયાના અંતે એક મોટો વળાંક સામે આવ્યો.
પોસ્ટના વર્ણનમાં #Ad અને #Collaboration જેવા હેશટેગ જોડાયેલા હતા. તેથી આ ઘટના કોઈ સામાજિક જાગૃતિ માટે બનાવવામાં આવેલ જાહેરાતનો ભાગ હોઈ શકે તેવી ચર્ચા શરૂ થઈ. પ્રિયાએ પોતાના સંદેશમાં લખ્યું કે કોઈ શહેર અજાણવું હોવું ખામી નથી
અને અસુરક્ષિત લાગ્યે પ્રશ્ન પૂછવો કે અવાજ ઉઠાવવો ગેરવર્તન ગણાતું નથી.ઉલ્લેખનીય છે કે પ્રિયા બક્ષીએ ફિલ્મ JNU: જહાંગીર નેશનલ યુનિવર્સિટીથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. હાલ તે પોતાની ફિલ્મ કરતાં વધુ આ જાહેરાતી વીડિયોને કારણે ચર્ચામાં છે.