Cli

પ્રખ્યાત અભિનેત્રી ઓટો-રિક્ષામાં પાપારાઝીથી પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી !

Uncategorized

માથા પર કેપ પહેરેલી અને ચહેરો હાથથી ઢાંકેલો.ઓટો રિક્ષામાં બેઠેલી જાણીતી અભિનેત્રીને પેપ્સે ઘેરી લીધી.ગુસ્સાથી એક્ટ્રેસનો પારો ચઢી ગયો.“ના કરો, ના કરો” બોલીને રસ્તા પર ચીસા પાડતી દેખાઈ.ચહેરો છુપાવતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.ઇન્ટરનેટ પર લોકો દ્વારા જોરદાર ટ્રોલિંગ થઈ રહી છે.બોલીવૂડ અભિનેત્રી વામિકા ગબ્બી સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે.આ વખત તેમની સુંદર આંખોને લીધે નહીં,

કે કોઈ ફિલ્મને લીધે નહીં —પણ પોતાના ચહેરાને ઢાંકવાના કારણે.જે ચહેરા પર ફેન્સ પ્રેમ વરસાવે છે, એ જ ચહેરો હવે વામિકા છુપાવતી દેખાઈ રહી છે.તેમના આ વર્તનથી ફેન્સ પણ થોડા નારાજ દેખાઈ રહ્યા છે.હવે તમે વિચારતા હશો કે શું એવું થયું કે અભિનેત્રીએ ચહેરો છુપાવવો પડ્યો?તો ચાલો આખી વાત વિગતે જાણીએ.બોલીવૂડ અભિનેત્રી વામિકા ગબ્બી સામાન્ય રીતે ફિલ્મોના પ્રમોશન દરમ્યાનપેપેરાઝીને ખુશીથી પોઝ આપતી દેખાય છે.

તેમના ફોટા અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.લોકો તેમની આંખોની અને ચહેરાની ખૂબ પ્રશંસા કરે છે.પરંતુ તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે,જ્યાં વામિકા એક ઓટો રિક્ષામાં બેઠેલી છે,માથા પર કેપ છે, અને વારંવાર હાથથી ચહેરો ઢાંકી રહી છે.

પેપેરાઝી પર ગુસ્સે થઈને કહે છે — “ફોટો ના લો, વીડિયો ના લો, મને એકલી છોડી દો.”આ વીડિયો પર સોશિયલ મીડિયા યૂઝર્સના વિવિધ પ્રતિસાદ આવી રહ્યા છે.કોઈ કહે છે — “નશામાં હશે.”બીજો કહે છે — “મેકઅપ વગર હશે.”કોઈ મજાકમાં કહે છે — “એક્ટિંગ કરી રહી છે.”

જ્યારે કેટલાક ફેન્સ કહે છે કે પેપ્સને તેમની પ્રાઇવસીનો આદર કરવો જોઈએ.વીડિયોમાં વામિકાની સાથે એક વ્યક્તિ પણ દેખાય છે,પણ તે કોણ છે તેની પુષ્ટિ હજુ સુધી થઈ નથી.વામિકાએ ચહેરો છુપાવવા માટે કેપ ચહેરા પર રાખી દીધી અને કોઈને એક પણ ફોટો લેવા દીધો નહીં.

તેમના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષેવામિકા ગબ્બીએ રાજકુમાર રાવ સાથે ફિલ્મ “ભૂલચુક માફ” માં કામ કર્યું હતું.રિપોર્ટ્સ મુજબ 2026માં તેઓ દક્ષિણ ભારતીય ફિલ્મ “DC” માં જોવા મળશે,અને ઉપરાંત “પતિ પત્ની ઔર વો 2” અને “ભૂત બંગલો” જેવી ફિલ્મોમાં પણ દેખાઈ શકે છે.– બ્યુરો રિપોર્ટ, E2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *