પ્રસિદ્ધ અભિનેત્રીના ઘરે ગુંજી પુત્રીની કિલકારી, લગ્નના બે-અઢી વર્ષ પછી બીજી વાર બની માતાહા, અહીં વાત થઈ રહી છે ભોજપૂરી કપલ યશ કુમાર અને નિધી ઝા વિશે. લગ્નના બે-અઢી વર્ષ બાદ ભોજપૂરી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નિધી ઝાએ પુત્રીને જન્મ આપ્યો છે. દીકરીના આગમનથી કપલનો પરિવાર પૂરું થયો છે અને બંનેની ખુશીનો પાર નથી રહ્યો.ખાસ વાત એ છે કે કપલે છઠ મહાપર્વના શુભ અવસર પર પોતાની નાનકડી પરીને સ્વાગત કર્યું હતું.
નિધી ઝાએ Instagram પર આ ખુશીની ખબર પોતાના ચાહકો સાથે શેર કરી હતી.નિધિ અને યશે તેમની ન્યુબોર્ન પુત્રીનું નામ લક્ષ્મી રાખ્યું છે અને તેની પહેલી ઝલક પણ ફેન્સ સાથે શેર કરી છે. તસવીરમાં જોઈ શકાય છે કે યશ પોતાની દીકરીને કાંખમાં લઈને કેમેરા સામે પોઝ આપતા નજરે પડે છે, જ્યારે નિધી હોસ્પિટલના બેડ પર મલકતા દેખાઈ રહ્યા છે.કપલે પોસ્ટમાં લખ્યું:“લક્ષ્મી આવી છે સમગ્ર ભોજપુરીયા દુનિયામાં. તમે બધા અમારો પરિવાર છો અને આજે સવારે અમારી બિટિયા રાણી આવી છે.
કૃપા કરીને અમારી લક્ષ્મી બિટિયાને આશીર્વાદ આપો.”ફેન્સ યશ અને નિધીને દિલથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને ન્યુબોર્ન દીકરી પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે નિધી ઝાએ 2023માં ભોજપુરી સુપરસ્ટાર યશ કુમાર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ, 2024માં કપલે પોતાના પ્રથમ સંતાન, પુત્ર શિવાયનું સ્વાગત કર્યું હતું.
તેની ક્યૂટ તસવીરો નિધી વારંવાર Instagram પર શેર કરતી રહે છે.હવે મોટા પુત્ર શિવાય પછી નાનકડી લક્ષ્મીના આગમનથી કપલનો પરિવાર સંપૂર્ણ થઈ ગયો છે અને બંને ખૂબ ખુશ છે.નિધી ઝા હાલમાં પોતાની મદરહૂડ જર્નીને આનંદથી જીવી રહી છે અને પોતાની લાડકી દીકરીની સંભાળમાં સમય પસાર કરી રહી છે. હવે જોવાનું રહ્યું કે લક્ષ્મીની બીજી ઝલક કપલ ક્યારે ચાહકો સાથે વહેંચે છે.