Cli
હેલીકોપ્ટરમા રજવાડી ઠાઠમાં આવી જાન, ગીતા રબારી ગમન સાંથલ જીગ્નેશ કવિરાજ જેવા કલાકારોએ બોલાવી રમઝટ...

હેલીકોપ્ટરમા રજવાડી ઠાઠમાં આવી જાન, ગીતા રબારી ગમન સાંથલ જીગ્નેશ કવિરાજ જેવા કલાકારોએ બોલાવી રમઝટ…

Breaking

છેલ્લા 3 વર્ષથી કોરોનાનો સમય ચાલી રહ્યો હતું તેનાથી લગ્ન પ્રસંગોમાં રોનક જોવા મળી રહી નહોતી કોરોના ગાઈડલાઈન્સ માં લગ્ન પ્રસંગો ધામધૂમથી ઉજવાતા નહોતા પરંતુ કોરોનાની અસર નહીવત થતાં આ વર્ષે ફરી લગ્ન પ્રસંગોમા હવે રોનક જોવા મળી રહી છે ઘણા લગ્ન પ્રસંગો કેવી રીતે પણ લોકો ઉજવતા.

હોય છેકે તે સોશિયલ મીડિયા પર હાઈલાઈટ થઈ જાય છે અને લોકો વચ્ચે ચર્ચા નું કારણ પણ બની જાય છે ગીર સોમનાથ વિસ્તારમાં એવા ઠાઠથી લગ્ન યોજવામાં આવ્યા હતા કે ગુજરાત માં આ લગ્ન ની ચર્ચાઓ થવા પામી છે ગીર સોમનાથ આહીર સમાજના આગેવાન નથુભાઈ આહીર ના બે પુત્રો ચેતન અને શૈલેષ ના.

લગ્ન શાહી ઠાઠ થી યોજવામાં આવ્યા હતા જેમની જાન હેલીકોપ્ટર માં આજોઠા ગામે થી નીકડી હતી ગીર સોમનાથ વિસ્તારમાં હેલિકોપ્ટરમાં જાન આવી એવો પ્રથમ કિસ્સો હતો હેલિકોપ્ટર સાથે આવેલી જાનને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા સંસ્કૃતિ અને સભ્યતાનો અનોખો.

સમન્વય આ જાનમાં જોવા મળ્યો હતો આહીર સમાજનાં વરરાજા સહીત જાનૈયાઓ પારંપરિક પહેરવેશ માં આવેલા હતા મહીલાઓ પણ આહીર સમાજનાં પારંપરિક પહેરવેશ માં જોવા મળી હતી આ શાહી લગ્ન માં રાત્રીએ ગરબાનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીગ્નેશ કવિરાજ.

ગીતા રબારી ગમન સાંથલ દિવ્યા ચૌધરી ઉર્વશી રાદડીયા નારાયણ ઠાકર જેવા મશહુર ખ્યાતનામ કલાકારો એક સાથે એક સ્ટેજ પર જોવા મળતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ગરબા ના તાલે લોકો આ લગ્ન માં ઝુમતા હતા અને આ કલાકારો એ ડાયરાની રંગત આખી રાત જમાવી હતી.

આ જાન પરત આવતા ની સાથે આજોઠા ગામની સીમમાં આજોઠા અને મેઘપુર પ્રાથમિક શાળા ના બાળકો ને હેલીકોપ્ટર જોવા માટે બોલાવ્યા હતા બાળકો પણ હેલીકોપ્ટર ને નરી આંખે જોઈ ઉત્સાહિત થયા હતા આ હેલીકોપ્ટર ને ત્યાર બાદ પરત મોકલવામાં આવ્યુ હતું આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *