Cli

સુપરસ્ટાર હીરોની પૂર્વ પત્નીનું અવસાન, અભિનેત્રીના મૃત્યુથી શોક ફેલાયો

Uncategorized

બોલીવુડના ગલિયારામાં ફરી એક વાર શોકની છાયા છવાઈ ગઈ છે. જાણીતા અભિનેતા મહેશ મંજેરેકરની પૂર્વ પત્નીનું અવસાન થયું છે. પહેલી પત્નીના નિધનથી સુપરસ્ટાર મહેશ મંજેરેકર આઘાતમાં છે તો બીજી બાજુ, માતાના વિયોગથી તેમનો પુત્ર સત્ય દુખમાં તડપી રહ્યો છે.

સત્યએ રડી રડીને સોશિયલ મીડિયામાં પોતાના હૃદયની વ્યથા વ્યક્ત કરી છે, જેને જોઈને ફેન્સ પણ ભાવુક થઈ ગયા છે.માહિતી મુજબ, મહેશ મંજેરેકરની એક્સ પત્ની દીપા મહેતાનું અવસાન થતા તેમના ઘરમાં શોકનું વાતાવરણ છે. દીપાના અવસાનની માહિતી તેમના પુત્ર સત્ય મંજેરેકરે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી હતી. તેણે પોતાની માતાની તસવીર શેર કરતાં “મિસ યુ મમ્મા” લખ્યું હતું.

સત્યએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, “આજે એક માર્ગદર્શક દીવો ખોવાઈ ગયો. તે માત્ર માતા જ નહોતી પરંતુ એક પ્રેરણા હતી. સાડીનો બિઝનેસ ઉભો કરવા તેમના સાહસ અને જિજ્ઞાસાએ ઘણી છોકરીઓને મોટા સપના જોવાની પ્રેરણા આપી હતી. જેમના જીવનને તેમણે સ્પર્શ કર્યો અને જેમના માટે માર્ગ બનાવ્યો, તે માર્ગો દ્વારા તેઓ હંમેશા જીવંત રહેશે.”દીપા મહેતા મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતી હોવા સાથે લોકપ્રિય બિઝનેસવુમન પણ હતી.

તેઓ “દીપા – ધ ક્વીન ઓફ હાર્ટ્સ” નામના સાડી બ્રાન્ડની માલિક હતી, જે બોલીવુડ સેલિબ્રિટીઝમાં ખૂબ જ પસંદ કરવામાં આવતું હતું. પરંતુ હવે તેઓ કરોડોનું બિઝનેસ અને પોતાના રડતા બાળકોને છોડીને દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. તેમનાં મોતનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી.મહેશ મંજેરેકર અને દીપા મહેતા એકબીજાને કોલેજના દિવસોથી ઓળખતા હતા.

વર્ષ 1987માં બંનેએ લગ્ન કર્યા હતા. આ લગ્નમાંથી તેમને અશ્વિની મંજેરેકર નામની એક દીકરી અને સત્ય મંજેરેકર નામનો એક પુત્ર છે. પરંતુ આ સંબંધ માત્ર આઠ વર્ષ જ ચાલ્યો અને વર્ષ 1995માં બંને અલગ થઈ ગયા. ત્યારથી બંને બાળકો મહેશ મંજેરેકર સાથે જ રહેતા હતા. હવે માતાના નિધનથી બંને બાળકો પર આકાશ તૂટી પડ્યું છે. નિશ્ચિત જ, મહેશ મંજેરેકર અને તેમનો પરિવાર આ દુઃખમાંથી બહાર આવવામાં સમય લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *